National

પ્રયાગરાજ પોલીસે અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ

પ્રયાગરાજ
પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ કરી લીધી છે. તેની પર ૫૦ હજાર રૂપિયાનું ઈનામ હતું. પ્રયાગરાજ પોલીસે તેને ઝડપી લીધો છે. અતીક અહેમદ અને અશરફના ત્રણ હત્યારાઓના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જાેકે, કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવશે તે અંગે કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. કોર્ટમાં ૧૪ દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની અરજી કરવામાં આવી હતી. અરજીમાં હત્યાના કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની ધરપકડની સાથે જરૂરી પુરાવાઓ રિકવર કરવાની પણ વાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે એસઆઈટી ત્રણેય આરોપીઓને હત્યાના સ્થળે લઈ જશે, જ્યાં તેઓ દ્રશ્ય ફરી ઉભુ કરવામાં આવશે. સુત્રો જણાવ્યા અનુસાર પોલીસને કોર્ટમાં ત્રણેય આરોપીઓ પર હુમલાના ઈનપુટ મળ્યા હતા. જેના કારણે તેમના પર કોઈ હુમલો ન થાય તે માટે પોલીસે આ અંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે અતીક-અશરફની હાજરી સમયે કોર્ટમાં જેટલા પોલીસકર્મીઓ તૈનાત હતા તેના કરતા વધુ પોલીસકર્મીઓ હાલ તેમના આરોપીઓને લઈને કોર્ટમાં તૈનાત થયા હતા. રિપોર્ટ્‌સ અનુસાર અતીકની કુલ સંપત્તિ ૧૨૦૦ કરોડની આસપાસ છે. તેની પાસે ઘણી ગેરકાયદેસર અને બિનજરૂરી મિલકતો છે. અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પહેલા ઈડીએ અતીક અને તેના નજીકના સાથીદારો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ઈડીને ૧૫ સ્થળોએથી ૧૦૦થી વધુ ગેરકાયદેસર અને બેનામી મિલકતોના કાગળો મળ્યા હતા. આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે તેણે લખનૌ અને પ્રયાગરાજના પોશ વિસ્તારોમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે. આ મિલકતો અતીકના નામે અથવા તેના પરિવારના સભ્યોના નામે છે.એક અહેવાલ મુજબ જ્યારથી યુપી પોલીસ અને વહીવટીતંત્રે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અતીકની સંપત્તિની તપાસ કરી છે, જે ડેટા સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ઈડ્ઢ અનુસાર અતીકે જે પ્રોપર્ટી ખરીદી હતી તે સર્કલ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તેના નામે હતી.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *