National

બંધારણીય સંસ્થાઓ ખતરામાં, દેશની એજન્સીઓ પર મોદી સરકારનો કબ્જાેઃ સોનિયા ગાંધી

રાયપુર
રાયપુરમાં કોંગ્રેસના ૮૫માં અધિવેશનને સંબોધિત કરતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર આકરા પ્રહારો કર્યા હતાં. સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે એજન્સીઓ પર કબ્જાે કરી લીધો છે.કેન્દ્ર સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે અને બંધારણીય સંસ્થાઓ પર આરએસએસ અને ભાજપનો કબજાે છે તેમને કહ્યું કે કોંગ્રેસે ભારતમાં લોકશાહીને મજબૂત કરી છે. તેની સાથે સાથે તેમને ભારત જાેડો યાત્રાને ટર્નિગ પોઈન્ટ ગણાવી છે. અધિવેશનને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ ભારત જાેડો યાત્રા માટે રાહુલ ગાંધીને શુભેચ્છાઓ આપી. દેશમાં બંધારણીય મૂલ્યોને કચડી નાખવામાં આવી રહ્યા છે. બંધારણીય સંસ્થાઓ ખતરામાં છે. દેશની એજન્સીઓ પર સરકારનો કબ્જાે થઈ ગયો છે. સોનિયા ગાંધીએ દેશમાં મહિલાઓ અને આદિવાસીઓની વિરૂદ્ધ ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ એક રાજકીય પાર્ટી નથી પણ અમે એક વાહન છીએ, જેના દ્વારા લોકો સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની વિરૂદ્ધ લડે છે. અમે લોકોના અવાજને આગળ વધારીએ છીએ. અમે લોકોના સપના પૂરા કરીએ છીએ. અમારો રસ્તો સરળ નથી પણ અમે જરૂર જીતીશું. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસનો સંકેત આપ્યો છે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ભારત જાેડો યાત્રા સાથે મારો કાર્યકાળ પુરો થઇ શકે છે.સોનિયાએ પહેલીવાર પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઇને અત્યાર સુધી પોતાના ઉતાર ચઢાવ અંગે વાત કરી છે તેમણે કહ્યું કે ૧૯૯૮માં જયારે હું પહેલીવાર પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઇને આજ સુધી એટલે કે છેલ્લા ૨૫ વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે.૨૦૦૪ અને ૨૦૦૯માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો મારો નિર્ણય તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો જે વાતથી મને વધારે સંતુષ્ટી છે.તે તે ભારત જાેડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઇ શકે છે આ પાર્ટી માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને મજબુત કર્યું વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આજે દેશ અને કોંગ્રેસ માટે પડકારભર્યો છે સમય છે દલિતો લધુમતીઓ મહિલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યાં છે અને સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને સાથ આપી રહી છે.તેમણે કહ્યું કે કોંગ્રેસે કમર કસી લીધી છે કે દેશ બચાવવા માટે લડત લડીશું કોંગ્રેસ દેશના હિતો માટે લડત લડશે મજબુત કાર્યકરો જ કોંગ્રેસની તાકાત છે આપણને અનુશાસન સાથે કામ કરવાની જરૂર છે.જનતા સુધી આપણે આપણો સંદેશ પહોંચાડવો પડશે સોનિયા ગાંધીએ અપીલ કરી છે કે અંગત ગિતોને બાજુ પર રાખીને ત્યાગની જરૂર છે પાર્ટીની જીત જ દેશની જીત હશે અને મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં આપણે સફળ થઇશું જયારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ અધિવેશનને સંબોધન કરતા કહ્યું કે ભારતની આત્મામાં કોંગ્રેસ છે. દેશમાં રાહુલ ગાંધીએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. ભારત જાેડો યાત્રા અપેક્ષાઓની યાત્રા હતી. કોંગ્રેસ એક જન આંદોલન છે. ભારતની આત્મામાં કોંગ્રેસ છે. નેહરૂ-ગાંધી અને સુભાષચંદ્ર બોઝના રસ્તા પર કોંગ્રેસ ચાલી રહી છે. તમામ બંધારણીય સંસ્થાઓની ગરિમા તોડી રહી છે. દેશમાં ચારેબાજુ નફરતનો માહોલ છે. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે એક તરફ ૧૨ કરોડ લોકોનો રોજગાર જતો રહ્યો, બીજી તરફ કરોડો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. દેશમાં ગણતરીના લોકોની મિલકતમાં એટલો ઝડપી વધારો થયો કે તે દુનિયાના અમીરોમાં સામેલ થઈ ગયા. તેમને કહ્યું દેશના લોકોને કોરોનાના સમયમાં ડોક્ટર અને દવા મળી નહીં. દલિતો, આદિવાસીઓની ભાજપમાં કોઈ જગ્યા નથી. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપને હરાવવા માટે સમાન વિચારધારાવાળા અન્ય દળોની સાથે ગઠબંધન કરશે. ખડગેએ આ નિવેદન બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું કોંગ્રેસમાં એકલા હાથે ભાજપનો સામનો કરવાની હિંમત નથી? શું કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનું લોકસભા ચૂંટણીમાં કોઈ પરિણામ જાેવા મળી રહ્યું નથી? રાહુલ ગાંધીએ ભારત જાેડો યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું કે હવે નવા એક રાહુલે જન્મ લીધો છે, પહેલાના રાહુલ ગાંધીને મેં મારી નાખ્યો છે. પહેલાના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ખરાબ રીતે ચૂંટણી હારી તો શું નવા રાહુલ ગાંધી પાસે પણ કોંગ્રેસને અપેક્ષા નથી?

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *