અવંતીપોરા
કાશ્મીરી અવંતીપોરાના પડગામપોરા વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે સોમવાર રાતથી અથડામણ ચાલી રહી છે. આજે સવારે સેનાએ એક આતંકીને મારી નાખ્યો છે. મૃત્યુ પામનાર આતંકવાદીની ઓળખ પુલવામાના અકીબ મુશ્તાક ભટ તરીકે થઈ છે. આ તે જ આતંકી હતો, જેણે રવિવારે છ્સ્ સરક્ષાકર્મચારી સંજય શર્માની હત્યા કરી દીધી હતી. અથડામણ દરમિયાન સેનાના બે જવાન ઘાયલ થઈ ગયા હતાં. તેમાંથી એક જવાનનું ૯૨ બેસ હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન મૃત્યુ થયું છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં અન્ય પણ આતંકીઓના સંતાયેલાં હોવાના સમાચાર મળ્યા છે. સેના અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ આ વિસ્તારને પોતાના કબ્જા હેઠળ લીધી છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. આતંકીઓએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં રવિવારે છ્સ્ સુરક્ષા કર્મચારી સંજય શર્માને તે સમયે ગોળી મારી દીધી હતી, જ્યારે તે બજારમાં પત્ની સાથે જઇ રહ્યો હતો. ટાર્ગેટ કિલિંગમાં મૃત્યુ પામેલાં કાશ્મીરી પંડિત સંજય શર્માનો સોમવારે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કારમાં પોલીસ અધિકારીઓ સહિત અનેક નેતા અને સ્થાનિક લોકો સામેલ હતાં.
