National

ભારતીય સેના પડોશી દેશ ચીનને જડબાતોડ જવાબ આપવા સરહદ પર ટૂંક સમયમાં ‘કાઉન્ટર ડ્રોન’ તૈનાત થશે!..

બેંગલુરુ
ભારતીય સેના પડોશી દેશ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે એલએસી પર ઘણી નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા પર વિચાર કરી રહી છે. નવી ટેક્નોલોજીઓમાં ગુપ્તચર માહિતી માટે ડ્રોન તેમજ જાસૂસી અને સર્વેલન્સ, સોફ્ટ અને હાર્ડ કિલિંગ માટે કાઉન્ટર ડ્રોન અને ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, એલએસી પર ખાસ કરીને પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. બેંગલુરુમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતુ કે એલએસી પર તેની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણી નવી તકનીકોના ઉપયોગ પર વિચાર કરી રહી છે. મોટાભાગની નવી ટેક્નોલોજીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ્સ છે જેમ કે ઈમેજીસનું બહેતર અર્થઘટન કરવા માટેની સિસ્ટમ્સ, કાઉન્ટર ડ્રોન, ઈન્ટ્રૂઝન ડિટેક્શન માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ્સ હશે. તો વધુમાં આર્મી ચીફ જનરલ પાંડેએ જણાવ્યુ હતુ કે માઈક્રો, મિની અને ટેક્ટિકલ લેવલ અને લોંગ રેન્જ ડ્રોનના મહત્વ વિશે માહિતી આપી હતી. સેના આ તમામ વસ્તુઓ ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ખરીદશે. ખરીદી દરમિયાન સેનાનું મહત્તમ ધ્યાન કાઉન્ટર એન્ટી ડ્રોન ટેક્નોલોજી, હેન્ડ હેલ્ડ ડ્રોન જામર પર રહેશે. ચીન દ્વારા અમેરિકા અને કેનેડામાં જાસૂસી ફુગ્ગાના ઉપયોગ અને ભારત વિરુદ્ધ આ પ્રકારની રણનીતિના ઉપયોગ અંગેના સવાલ પર સેના પ્રમુખે કહ્યું કે ભારતે સતત સતર્ક રહેવું પડશે અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેનાથી પણ અવગત રહેવું જાેઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે ચીન જાસૂસી માટે આવું કરી રહ્યું છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *