મણિપુર
મણિપુરમાં ગયા મહિને શરૂ થયેલી હિંસા હવે શમી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હિંસાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. મૈતઈ અને કુકી સમુદાયો વચ્ચે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં ૯૮ લોકો માર્યા ગયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા ૩૦૦ને પાર કરી ગઈ છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (છદ્બૈં જીરટ્ઠર) અપીલ પછી, મણિપુરના વિવિધ સ્થળોએથી ૧૪૦ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. શાહે મણિપુર પ્રવાસ દરમિયાન હથિયારો સરેન્ડર કરવાની અપીલ કરી હતી. મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જાે આપવાની માગના વિરોધમાં ૩ મેના રોજ મણિપુરના તમામ ૧૦ જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢવામાં આવી હતી. આ માર્ચ પછી જ રાજ્યમાં હિંસા શરૂ થઈ ગઈ. પૂર્વોત્તરમાં આવેલા આ રાજ્યના ઘણા ભાગોમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ જાેવા મળી હતી. જ્યારે આરક્ષિત જંગલની જમીન પર રહેતા કુકી ગ્રામવાસીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે હિંસા વધી. જેના કારણે નાની-નાની હિલચાલ પણ થઈ હતી.ગૃહમંત્રી અમિત શાહ ૨૯ મેના રોજ મણિપુરની ચાર દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હિંસા પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી અને હિંસા અંગે તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની એક પેનલ મણિપુરમાં થયેલી હિંસાની તપાસ કરશે. તેમણે કુકી અને મૈતઈ સમુદાયના અસરગ્રસ્ત લોકોને પણ મળ્યા હતા. આ સાથે રાહત શિબિરોમાં રહેતા લોકોની સુરક્ષાનો પણ મુલાકાત લીધી હતી.અમિત શાહે ઈમ્ફાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે સશસ્ત્ર બદમાશો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. તેમણે અપીલ કરી હતી કે જેમણે હથિયારો લૂંટી લીધા છે તેઓને તાત્કાલિક પરત કરવા જાેઈએ જેથી કરીને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે. તેમની અપીલની અસર પણ જાેવા મળી છે, કારણ કે ૧૪૦ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે.સરેન્ડર કરાયેલા શસ્ત્રોમાં જીન્ઇ ૨૯, કાર્બાઇન, છદ્ભ, ૈંદ્ગજીછજી રાઇફલ, ૈંદ્ગજીછજી ન્સ્ય્, .૩૦૩ રાઇફલ, ૯દ્બદ્બ પિસ્તોલ, .૩૨ પિસ્તોલ, સ્૧૬ રાઇફલ, સ્મોગ ગન અને ટીયર ગેસના શેલ, સ્ટેન ગન, મોડિફાઇડ રાઇફલ, ગ્રેનેડનો સમાવેશ થાય છે.