National

મહારાષ્ટ્રના નાગપુરમાં મંદિરોમાં પ્રવેશ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા

નાગપુર
મહારાષ્ટ્રના નાગપુરમાં મંદિરોમાં પ્રવેશ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નાગપુરના ચાર મુખ્ય મંદિરોના વહીવટીતંત્ર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના નાગપુર સ્થિત ચાર મુખ્ય મંદિરોમાં ભક્તોના પ્રવેશને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમ હેઠળ, તેઓએ એવા કપડાં પહેરવા પડશે જે શરીરને સંપૂર્ણ કવર કરે. તેમજ જાે કોઈ અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરેલુ જાેવા મળશે તો તેને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. ફેડરેશનનું કહેવું છે કે, કોઈપણ મહિલા કે પુરુષ એવા કપડાં પહેરીને આવી શકે નહીં. તેનાથી મંદિરની ગરિમાને અસર થાય છે અને આ આપણી ભારતીય સંસ્કૃતિ પણ નથી
આ ર્નિણય પછી, નાગપુરના ચાર મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે અને અહીં અંગપ્રદર્શન કરતા કપડાં પહેરીને આવતા ભક્તોના પર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિરોના દરવાજા પાસે મુકવામાં આવેલા માહિતી બોર્ડમાં મંદિર પ્રવેશ અંગેના નિયમો સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા છે.જેમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્ત અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો જેમ કે ફાટેલા જીન્સ અને સ્કર્ટ જેવા આઉટફિટ નહી પહેરી શકે, મંદિરમાં પ્રવેશ એ લોકોને જ મળશે કે, જેમના સંપૂર્ણ ભારતીય સંસ્કૃતને અનુરૂપ પોષાક ધારણ કર્યાં હશે.
ધનટોલી સ્થિત ગોપાલ કૃષ્ણ મંદિર
કોંહોલીબાર વિસ્તારનું બૃહસ્પતિ મંદિર
હિલટોપમાં સ્થિત દુર્ગા મંદિર
સંકટ મોચન પંચમુખી હનુમાન મંદિર, બેલોરી
જે રીતે હાલમાં ચાર મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન નાગપુર સહિત મહારાષ્ટ્રના લગભગ ૩૦૦ મંદિરોમાં આ નિયમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે આ માટે પ્રયાસો ચાલુ છે. હવે મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનના ર્નિણય પર રાજકારણ પણ થવા લાગ્યું છે. કોંગ્રેસના વિરોધ પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મહાસંગે પણ આ નિયમનો વિરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *