અયોધ્યા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રામલલાના દરબારમાં પહોંચ્યા, જ્યાં તેમણે હાજરી લગાવી અને મંદિર નિર્માણ જાેયું એટલું જ નહીં એકનાથ શિંદે રામલલાને ધનુષ અને બાણ પણ સમર્પિત કર્યા, ત્યાર બાદ ત્યાંથી સીધા હનુમાનગઢી પહોંચ્યા, જ્યાં મંચ પરથી સંબોધન કરતા તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા બાલા સાહેબ ઠાકરેના સપનાને સાકાર થતું હોવાનું જણાવ્યું હતું. મંચ પરથી સંબોધિત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, લખનઉથી લઈને અયોધ્યા સુધી સમગ્ર માહોલ ભગવામય થઈ ગયો છે પુરી રામનગરી રામમય થઈ ગઈ છે. એકનાથ શિંદેએ કહ્યું કે, આવું સ્વાગત આજ સુધીમાં ક્યારેય નથી થયું. જેવું સ્વાગત અમારી ધર્મનગરી અયોધ્યામાં થયું છે. અયોધ્યાની માટી ળઈને અમરાવતી જઈશું અને ત્યાં ૧૧૧ ફુટની ઊંચી બજરંગબલીની પ્રતિમા જ્યાં સ્થાપિત થશે, જ્યાં આ રજ રાખીશું. આ અમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. અયોધ્યામાં રામલલાના દર્શન પણ અમે લોકોએ કર્યા. આ ઉપરાંત મંદિર નિર્માણનું કમા પણ જાેયું. અમે ધનુષ બાણ પ્રભુ રામલાલને સમર્પિત કર્યું છે. હિન્દુ સમ્રાટ બાલાસાહેબ ઠાકરેનું જે સપનું હતું, તેની સાથે જ રામભક્તોનું સપનું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. વિપક્ષ પર પ્રહારો કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલાની સરકાર કહેતી હતી કે મંદિર વહીં બનાયેંગે લેકિન તારીખ નહીં બતાયેંગે. મોદીજીના આવ્યા બાદ મંદિર પણ બની રહ્યું છે અને તારીખ પણ બતાવી દીધી હતી. જે લોકો પૂછી રહ્યા હતા, તેમને ઘરનો રસ્તો બતાવી દીધો છે. રામ મંદિરનું સપનું સૌ લોકો પોતાની આંખોની સામે જાેઈ રહ્યા છે અને મહારાષ્ટ્ર વાસીઓ માટે આ પણ સૌભાગ્યની વાત છે કે, રામ મંદિરમાં જેટલા પણ લાકડાના દરવાજા લાગશે, તે મહારાષ્ટ્રથી આવશે.