National

મહિલાને આડા સબંધનો કરુણ અંજામ અપાયો હોય તેવો ગ્વાલિયરથી એક મામલો આવ્યો સામે..

ગ્વાલિયર
પોતાના મિત્ર સાથે એક હોટલમાં પહોંચેલી પરણિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તેણે આ પગલું અચાનક કેમ ભર્યું તે હાલ તો રહસ્ય બની ગયું છે. પોલીસે તેના મિત્રને પૂછપરછ માટે બેસાડ્યો છે. પોલીસને શંકા છે કે આ મામલો લગ્નેત્તર સંબંધ સંલગ્ન હોઈ શકે છે. આ મામલો સંદિગ્ધ હોવા પર પોલીસે તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને પણ બોલાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં મહિલાનો મિત્ર સાથે મોબાઈલ મેસેજ મામલે પણ વિવાદ થયો હતો. ત્યારબાદ આ મિત્ર હોટલમાંથી બહાર જતો રહ્યો હતો. આ ઘટના ગિરવાઈ સ્થિત હોટલ પ્રન્સ મામામાં ઘટી હતી. જાે કે પરણિતાએ ફક્ત ૬ કલાક માટે જ હોટલ રૂમ કેમ બૂક કર્યો તે સવાલ ઉઠ્‌યો છે. હોટલના સ્ટાફે પોલીસને જણાવ્યું કે શુક્રવારે (૧૭ માર્ચ) બપોરે ૧૧.૪૫ વાગે ગોવિંદ સિંહ પાલ નામથી એક રૂમ બૂક કરાયો હતો. રૂમ બપોરે ૧૨ વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધી બૂક થયો હતો. ગોવિંદની સાથે ગુઢા બાલાજીપુરમની રહીશ ૩૧ વર્ષની લાલી કુશવાહ પણ સાથે હતી. હોટલના રૂમમાં બંને હાજર હતા. પરંતુ થોડીવાર બાદ વ્યક્તિ જતો રહ્યો હતો. તપાસ મુજબ ગોવિંદ જ્યારે ફરીથી રૂમ નંબર ૨૦૪માં જવાની કોશિશ કરતો રહ્યો તો રૂમ અંદરથી લોક હતો. ગોવિંદે લાલીને ઘણી બૂમો પાડી છતાં તેણે રૂમ ખોલ્યો નહીં. ત્યારે ગોવિંદે રિસેપ્શનથી ડુપ્લીકેટ ચાવી મંગાવી અને રૂમ ખોલવાનું કહ્યું પરંતુ ત્યારે ચાવી મળી નહીં. છેલ્લે સાંજે ગિરવાઈ પોલીસ મથકમાંથી કર્મીઓને બોલાવવામાં આવ્યા. ગિરવાઈ પોલીસે હોટલ પહોંચીને રૂમ ખોલાવ્યો તો જાેયુ કે મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં છે. મહિલાનો એક પગ જમીન પર, જ્યારે બીજાે પગ બેડ પર ટકેલો છે અને તેણે હાથથી ફંદો પકડેલો હતો. મામલો શંકાસ્પદ જણાયો. પોલીસે ફોરેન્સિક એક્સપર્ટને ઘટનાસ્થળે બોલાવ્યા. પોલીસે જણાવ્યું કે મૃતક મહિલાની ઓળખ ગુઢા બાલાજી પુરમ રહીશ ૩૧ વર્ષીય લાલી કુશવાહ (નીરજ કુશવાહના પત્ની) તરીકે થઈ છે. તેનો મિત્ર ગોવિંદ સિંહ પાલ ચીનોરનો રહીશ છે. લાલીના લગ્ન નીરજ કુશવાહ સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે. ગોવિંદ પણ પરણિત છે અને તેને પણ બે બાળકો છે. પોલીસ ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે કે આખરે મોબાઈલમાં એવો તે કયો મેસેજ હતો કે બંને વચ્ચે ઝઘડો થયો. લાલીની લાશ જાેઈને ગોવિંદ પણ મરવાની વાતો કરવા લાગ્યો હતો. ગોવિંદે જણાવ્યું કે મોબાઈલ પર વિવાદ થયા બાદ તે નારાજ થઈને થોડીવાર માટે રૂમની બહાર નીકળી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *