National

માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શિમલા નૈનીતાલ કરતા વધુ ઠંડુ નોંધાયું

માઉન્ટ આબુ
માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન આજે શિમલા નૈનીતાલ કરતા વધુ ઠંડુ નોંધાયું છે. માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન -૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુ માઈનસ સિક્સ ડીગ્રી ઠંડીના ત્રાસથી જાગી ગયું છે. વિતેલા દિવસોના તમામ ઠંડીના રેકોર્ડ ગુરુવારે તૂટતા જાેવા મળ્યા હતા. એમ કહી શકાય કે, તમામ રેકોર્ડ એક સાથે તૂટતા જાેવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન માઈનસ ૬ ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ તોડતું જાેવા મળ્યું છે. હાથ પગ સુના થઈ જાય તેવી ઠંડી ગુરુવારે જાેવા મળી હતી. અહીં ગુરુવારે તમામ ઘાસના ખેતરો બરફના મેદાનો તરીકે જાેવા મળ્યા હતા. આ સાથે જ પક્ષીઓ માટે પીવાના પાણી માટે રાખવામાં આવેલા કન્ટેનરમાં બરફના જાડા થર જામ્યા હતા તો બીજી તરફ વાહનોના વિન્ડશિલ્ડ પર પણ બરફની ચાદર જાેવા મળી હતી. ગુરુવારે માઉન્ટ આબુમાં ઠંડીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ૧૨ વર્ષ જૂની યાદો તાજી કરી દીધી હતી, જ્યાં સવારે ૧૦ઃ૦૦ વાગ્યે પણ બરફના જામી ગયેલા થર જાેવા મળ્યા હતા.ગુરૂવારનો દિવસ માઉન્ટ આબુ માટે તમામ જૂની યાદો તાજી કરી લાવ્યો, પછી તે પક્ષીઓ માટે રાખવામાં આવેલું થીજી ગયેલું પાણી હોય કે પછી સફેદ ઘાસના મેદાનો હોય.એ જ રીતે, વાહનોની વિન્ડશિલ્ડ પર બરફની ચાદર જામી હતી. ઉપરાંત નક્કી તળાવની શિકારા બોટની અંદર પણ જામી ગયેલા બરફની તસવીરો સામે આવી છે. માઇનસ સિક્સ ડિગ્રીના લીધે અહીંના જનજીવનને પણ અસર પડી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *