કોચી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય તેમણે દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેઓ સવારે ૧૧ વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા અને તિરુવનંતપુરમ-કસારાગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરાવી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૫૧૫ કરોડ છે. પ્રથમ તબક્કામાં ૨૦૦ કરોડ ખર્ચવામાં આવશે. આ સિવાય પીએમએ દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પોર્ટ સિટી કોચીમાં બનેલ મેટ્રો કોચી શહેરને નજીકના ૧૦ ટાપુઓ સાથે જાેડાશે.કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું હતું, ‘વિશ્વકક્ષાની કોચી વોટર મેટ્રો એની યાત્રા માટે તૈયાર છે. એ કોચી અને એની આસપાસના ૧૦ ટાપુને જાેડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. ૧,૧૩૬.૮૩ કરોડના ખર્ચે ૭૮ ઇલેક્ટ્રિક બોટ અને ૩૮ ટર્મિનલ્સ છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર અને કેએફડબ્લ્યુ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. દ્ભહ્લઉ એ જર્મન ફંડિંગ એજન્સી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલ્સથી વ્યાટિલા-કક્કનાડ ટર્મિનલ્સ સુધી સર્વિસ શરૂ કરવામાં આવશે. ‘કોચી-૧’ કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરો કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. આ સિવાય તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરી શકે છે. વડાપ્રધાન મોદી ૨૫ એપ્રિલે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના ૧૧ જિલ્લાને આવરી લેશે. કોચી વોટર મેટ્રો ઉપરાંત વડાપ્રધાન ડીંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનના રેલ વિદ્યુતીકરણનું પણ ઉદઘાટન કર્યું.