ઇસ્લામાબાદ
આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ખરેખર કંગાળ થઈ ગયું છે? આ સવાલ ઉઠી રહ્યો છે, પાકિસ્તાની રક્ષામંત્રીનો તે વીડિયો સામે આવ્યા બાદ, જેમાં કે કહી રહ્યાં છે કે પાકિસ્તાને દેવાળું ફુંકી દીધુ છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ દાવો સિયાલકોટમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પહેલાથી નાદાર થઈ ગયું છે અને આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ. ઁસ્ન્-દ્ગ નેતા અને રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે પાકિસ્તાન ડિફોલ્ટ કરી રહ્યું નથી, પરંતુ પહેલાથી ડિફોલ્ટ કરી ચુકયા છે અને આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ. હકીકતમાં ખ્વાજા આસિફે સિયાલકોટમાં એક ખાનગી કોલેજના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના ભાષણ દરમિયાન ખ્વાજા આસિફે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર નિશાન સાધ્યુ અને તેના પર પાકિસ્તાનમાં આતંકવાદની વાપસીની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો. ખ્વાજા આસિફે કહ્યું કે ઈમરાન ખાને એવી રમત રમી કે હવે આતંકવાદ આપણું નસીબ બની ગયું છે. દેશની વર્તમાન આર્થિક સ્થિતિ વિશે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે અમે નાદાર દેશના રહેવાસી છીએ. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહેતા જાેવા મળે છે કે તમે સાંભળ્યું જ હશે કે ડિફોલ્ટ કે નાદારી થવા જઈ રહી છે, મંદી આવશે, પરંતુ તે થઈ ચૂક્યું છે, ખ્વાજા આસિફે કહ્યું કે અમારી તમામ સમસ્યાઓનો ઉકેલ દેશમાં છે, પરંતુ અમે આ માટે ૈંસ્હ્લ તરફ જાેઈ રહ્યા છીએ. વાસ્તવમાં, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હવે સતત ઘટાડા સાથે ઇં૩ બિલિયનની નીચે પહોંચી ગયો છે. આયાતના સંદર્ભમાં, તે માત્ર ત્રણ અઠવાડિયા માટે બાકી છે. આવા સંજાેગોમાં પાકિસ્તાનની સંપૂર્ણ આશા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ પર ટકેલી છે, જેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. આઈએમએફ સાથેના સોદામાં વિલંબ અંગે ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના વડા યુસુફ નઝરે જણાવ્યું હતું કે નાણાપ્રધાન ઈશાક ડાર પાસે વૈશ્વિક ધિરાણકર્તા આઈએમએફ સાથે કામ કરવા અથવા સુધારા માટે કોઈ યોજના રજૂ કરવાની કોઈ વિશેષતા નથી. તેમણે કહ્યું કે જાે આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં તીવ્ર ઘટાડા પર બ્રેક લગાવવાની આશા રાખીએ તો નાણામંત્રી ઈશાક ડારને પદ પરથી હટાવવા જાેઈએ. નઝરે વધુમાં કહ્યું હતું કે જાે આમ નહીં થાય તો આપણે આવનારા ખરાબ દિવસો માટે તૈયાર રહેવું પડશે.


