National

લાલુ પરિવાર ભ્રષ્ટ્રાચારમાં સામેલ નથી તેવું નીતીશકુમારમાં દમ હોય તો બોલીને બતાવે ઃ ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

પટણા
જન સુરાજ પદયાત્રા દરમિયાન સારણ જીલ્લાના માંઝી તાલુકામાં મીડિયા સંવાદ દરમિયાન જાણીતા ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લાલુ પરિવાર પર ભ્રષ્ટ્રાચાર મામલામાં થઇ રહેલ કાર્યવાહીના મુદ્દા પર નીતીશકુમારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે નીતીશકુમાર ખુશ છે કે નહીં આ વાત નીતીશકુમારથી વધુ કોણ જાણી શકે છે. પ્રશાંત કિશોરે આગળ કહ્યું કે લાલુ યાદવ અને તેમના પરિવાર પર જે દરોડા પડયા છે તેના પર નીતીશકુમાર ના તો પક્ષમાં બોલી રહ્યાં છે અને ન તો વિપક્ષમાં નીતીશકુમારે સ્પષ્ટ રીતે કહેવું જાેઇએ કે લાલુ યાદવ અમારા સાથી છે અને તેમના પર ભ્રષ્ટ્રાચારના તમામ આરોપ ખોટા છે. જાે તેઓ આ વાતને કહી ન શકે છે તો તમે સમજી લો કે તે શું કહેવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે નીતીશકુમારને ખબર છે કે ૨૦૨૫માં તેમની સરકાર બનશે નહીં અને ન તો તે મુખ્યમંત્રી બની શકશે આથી તે ઇચ્છે છે કે બિહારને એવી સરકાર મળે જે તેમનાથી પણ ખરાબ કામ કરે જેથી લોકો એ કહી શકે કે નીતીશકુમારની સરકાર ગમે તેટલી ખરાબ હોય પરંતુ તેનાથી તો સારી જ હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે હું નીતીશકુમારને ખુબ અંદરથી જાણું છે કે તે શું વિચારે છે.જો નીતીશકુમારમાં દમ છે તો તે બોલીને બતાવી દે કે લાલુ યાદવ તેજસ્વી યાદવ અને તેમના પરિવારના લોકો ભ્રષ્ટ્રાચારમાં સામેલ નથી અને તેમની સાથે રાજનીતિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *