અલ્હાબાદ
ઉત્તરપ્રદેશમાં વિજળી કર્મચારીઓની હડતાળને ગંભીરતાથી લઇ અલ્હાબાદ હાઇકોર્ટે રાજય સરકારને આ હડતાળથી થયેલ મહેસુલ નુકસાન અને અન્ય નુકસાનની બાબતમાં બતાવવા માટે જણાવ્યું છે.કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ પ્રિતિંકર દિવાકર અને ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિ એસ ડી સિંહની બેચે અપર મહાધિવકતાથી કર્મચારીઓની વિરૂધ્ધ કરવામાં આવેલ કાર્યવાહીની બાબતમાં પુછયુ હતું. અદાલતે કહ્યું કે મામલો એ નથી કે હડતાળ ખતમ થઇ ગઇ છે.પરંતુ મામલો ખુબ ગંભીર છે.અદાલતે કહ્યું કે લોકોના જીવનની સાથે ખિલવાડ કરવા માટે કોઇ સ્વતંત્ર હોઇ શકે નહીં.અદાલતે પુછયુ કે આ લોકોની ધરપકડ કેમ કરવામાં આવી નહીં હાઇકોર્ટે એ પણ કહ્યું કે લોકોના જીવનને મુશ્કેલમાં નાંખવાની માંગ કરી શકાય નહીં. અદાલતે કર્મચારી યુનિયનોના વકીલને પુછયું કે તેમના આકલન અનુસાર આ હડતાળથી કેટલું નુકસાન થયું અને કયાં ક્ષેત્રોમાં આ નુકસાન થયું છે.કર્મચારી યુનિયનોના વકીલે કહ્યું કે તેનું આકલન કરી શકાય નહીં તેના પર અદાલતે કહ્યું કે અમે રાજયને તેનું આકલન કરવા માટે કહેવા ઇચ્છતા નથી અન્યથા અમને આ મામલામાં આદેશ પસાર કરવો પડશે જાે કે અદાલતે આ મામલાની સુનાવણી સ્થગિત કરી અને કર્મચારી નેતાઓને આ મામલામાં સોગંદનામુ આપવા કહ્યું હતું.


