National

હૈદરાબાદમાં જન્મ દિવસે જ ૧૬ વર્ષના દીકરાનું હાર્ટ અટેકનું મોત

હૈદરાબાદ
કોરોના વાયરસ બાદથી લોકોમાં હાર્ટ અટેકની ઘટનાઓે વધી ગઈ છે. લોકોને ડાંસ કરતા, નાચતા, રમતા-રમતા હાર્ટ અટેક આવી રહ્યા છે. યુવાનોમાં પણ હાર્ટ અટેકની ઘટનાઓ વધી ગઈ છે. આ દરમ્યાન હૈદરાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલના વિદ્યાર્થીને કાર્ડિયક અરેસ્ટથી મોત થઈ ગયું છે. છાત્રની ઉંમર ફ્ત ૧૬ વર્ષની હતી. ૧૯ મેના રોજ હાર્ટ અટેક આવ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. દર્દનાક વાત એ છે કે, જે દિવસ મોત થયું તે જ દિવસ તેનો જન્મ દિવસ હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. શોકાકુલ માતા-પિતાએ સાંકેતિક ભાવથી બાળકના જન્મદિવસનો કેક કાપ્યો અને પોતાના યુવાન દીકરાને શ્રદ્ધાંજલિ તરીકે સચીનના પાર્થિવદેહ પાસે કેક રાખ્યો. આસિફાબાદ મંડળના બાબાપુર ગામના દસમા ધોરણમાં ભણતો સચિન ૧૮ મેના રોજ પોતાનો જન્મદિવસ માટેના જશ્ન માટે આસિફાબાદ શહેરમાં ખરીદી કરવા માટે ગયો હતો. બજારમાં તેની છાતીમાં દુખાવો થયો અને તે પડી ગયો. તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાલત બગડતા તેને મનચેરિયલ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમ્યાન શુક્રવારે તેનું મોત થઈ ગયું. સચિનના પાર્થિવ શરીરને ગામમાં તેના ઘરે લાવવામાં આવ્યો. પરિવાર દુખી હતો. પણ બાળકની લાશ પાસે તેના જન્મદિવસનો કેક કાપવામાં આવ્યો. આ દરમ્યાન માતા-પિતાની આંખમાં આંસૂ હતા. તેણે બાળકની લાશ પાસે આ કેક રાખ્યો અને લાશથી વળગીને રડવા લાગ્યા. પિતા ગુણવંતા રાવ અને માતા લલિતાનું દુઃખ જાેઈને ત્યાં હાજર સૌ કોઈ રડવા લાગ્યા હતા. કેક કાપતી વખતે બાળકોએ સચિન માટે ગીત ગાયું. જ્યારે સ્થાનિક ગામલોકોએ તેની યાદમાં મીણબત્તી પ્રગટાવી હતી. દોસ્તોએ સચિનના ફોટો સાથે હેપી બર્થ ડે વિશ કરતા મોટી ફ્લેક્સી બાંધી હતી. સચિન પોતાનો જન્મદિવસ મનાવવા માટે ઉત્સુક હતો. તે આ વખતે પોતાનો જન્મદિવસ ધૂમધામથી મનાવવા માગતો હતો. આ દુર્ભાગ્ય છે કે, જે દિવસ જન્મદિવસ હતો, તે જ દિવસ પરિવાર માટે માતમનો દિવસ બની ગયો. સચિનના અંતિમ સંસ્કારમાં આખું બાબાપુર ગામ સામેલ થયું હતું. સચિન આ દંપતિનું ત્રીજું સંતાન હતું.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *