National

ૈંસ્હ્લ-પાકિસ્તાન ડીલ નિષ્ફળ જતા નાદારીની આરે છે પાકિસ્તાન?!.. બચ્યો હવે આટલો ખજાનો!

ઈસ્લામાબાદ
પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ૩ બિલિયન ડોલરથી નીચે આવી ગયું છે, જેના કારણે તેને આર્થિક પતનથી બચવા માટે નાણાકીય સહાય અને બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ તેને આ પેકેજ સરળતાથી મળી રહ્યું નથી, કારણ કે ૈંસ્હ્લ-પાકિસ્તાનની ડીલ નિષ્ફળ ગઈ છે. ૈંસ્હ્લએ પાકિસ્તાન સામે કડક શરતો મૂકી છે, જેને તે સ્વીકારવા મજબૂર છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ૈંસ્હ્લની એક ટીમે ૧૦ દિવસ માટે ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. નાણામંત્રી ઇશાક ડારે કરાર દરમિયાન પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ કર્યું હતું. ૈંસ્હ્લની ટીમ ૧૦ દિવસથી પાકિસ્તાનમાં છે, પરંતુ બંને પક્ષો દ્વારા થઈ રહેલી ચર્ચાનું કોઈ પરિણામ આવ્યું નથી. નાણા પ્રધાન ઇશાક ડારે ૈંસ્હ્લ મિશનના વડાને ‘સંરક્ષણ બજેટમાં કાપ મૂકવા’ની શરત દૂર કરવા વિનંતી કરી, ત્યારબાદ ૈંસ્હ્લના વડાએ વાતચીત અટકાવી દીધી અને કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પાકિસ્તાન છોડવાનો ર્નિણય કર્યો હતો. ડારે તેમને કહ્યું કે, આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સત્તાવાર મુલાકાતે યુકેમાં છે અને સરકારને તેમની સાથે સંરક્ષણ બજેટ પર ચર્ચા કરવા માટે થોડો સમય જાેઈએ છે. ૈંસ્હ્લ તેની શરતો પર અડગ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા ગંભીર મુશ્કેલીમાં છે, જે ચૂકવણીના સંતુલન કટોકટી અને ઉચ્ચ સ્તરના બાહ્ય દેવાથી પ્રભાવિત છે. આ દરમિયાન, પાકિસ્તાનની વિદેશી હૂંડિયામણ અનામત ૩ ફેબ્રુઆરીના રોજ ૫.૫ ટકા અથવા ૧૭૦ અરબ ડોલર ઘટીને ૨.૯૧ અબજ ડોલર થઈ હતી, જેમાં કોમર્શિયલ બેંકોના ૫.૬૨ બિલિયન ડોલરનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ગુરુવારે આ જાણકારી આપી. સ્થાનિક ડેઇલી ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, દેશમાં કુલ ૮.૫૪ અરબ ડોલરનું અનામત બચ્યું છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *