અયોધ્યા
ટૂંક સમયમાં રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. આ માત્ર સપનું નહોતું, આ એક હકિકત હતી જે ભક્તોએ વર્ષોથી ખુલ્લી આંખે જાેઈ હતી. બસ આ તારીખની રાહ જાેઈ રહ્યા હતા. જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તેમનો તંબુ છોડીને ભવ્ય રામ મંદિરમાં બિરાજશે. રામ મંદિરનું સપનું સાકાર થઇ ગયું છે. પાયો નાખવામાં આવ્યો છે ગુંબજ તૈયાર છે, ખડકો પર જય શ્રી રામ લખવામાં આવ્યું છે. ૨૦૨૪ની શરૂઆતમાં કરોડો ભારતીયોનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આ કડીમાં રામજન્મભૂમિના જલાભિષેકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર ભવ્ય હશે તો જલાભિષેક પણ ભવ્ય હશે. ૧૫૫ દેશોની નદીઓના પાણીથી રામલલાનો જલાભિષેક કરશે. જલાભિષેક માટે ૧૫૫ દેશોમાંથી પાણી અયોધ્યા પહોંચ્યું છે. અયોધ્યા કેન્ટ રેલ્વે સ્ટેશન પર ૧૫૫ દેશોના પાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આરએસએસના પ્રચારક ઈન્દ્રેશ કુમારના નેતૃત્વમાં ૧૫૫ દેશોના પાણી અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યા રેલ્વે સ્ટેશન પર પહોંચતા જ જય શ્રી રામના નારા લાગ્યા હતા અને લોકો નાચતા-ગાતા અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો. ૧૫૫ દેશોમાંથી પાણી લાવવાનું કામ આજથી નહીં પરંતુ ૩ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૦માં જ શરૂ કરવામાં આવ્યું હતું. હવે વિશ્વના ૧૫૫ દેશોના પાણી એકઠા થયા છે હિંદુ દેશ હોય કે મુસ્લિમ કે ખ્રિસ્તી, લગભગ તમામ દેશોની નદીઓનું પાણી અયોધ્યામાં લાવવામાં આવ્યું છે અને હવે રામલલાનો જલાભિષેક તમામ પાણીથી કરવામાં આવશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની નદીઓનું પાણી પણ અયોધ્યા લાવવામાં આવ્યું છે. માત્ર પાકિસ્તાન અને રશિયા જ નહીં ફ્રાન્સ, જર્મની, જ્યોર્જિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટલી, ઈરાક, કેનેડા જેવા કુલ ૧૫૫ દેશોમાંથી પાણી લાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓની સાથે દેશના જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે.