મેરઠ
યુપીના મેરઠમાં ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયત યોજાઈ હતી. તેમાં સામેલ થવા માટે રાકેશ ટિકેત ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા હતા. ખેડૂતોએ ભાકિયુ (ભારતીય કિસાન યુનિયન) નેતાના સન્માનમાં ૨ મિનિટમાં ૭૧ મીટર લાંબી પાઘડી બાંધવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન રાકેશ ટિકેતે કહ્યું, “જ્યાં સુધી ખેડૂતોની એમએસપીની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જ રીતે દેશભરની મહાપંચાયતો યોજાતી રહેશે. અમે ૨૦ માર્ચથી દિલ્હીમાં ધામા નાંખીશું. હવે તો ખેડૂતોના ટ્રેક્ટર જ ખેડૂતની ટેન્ક બનશે. તેમણે અવું પણ જણાવ્યું હતું કે જે લોકોએ મહાત્મા ગાંધીને ગોળી મારી હતી, એ જ લોકોએ મને પણ ધમકી આપી છે. દેશમાં ખતરનાક લોકો બેઠા છે, તેમનાથી સતર્ક રહેવાની જરુર છે.


