National

આઇપીએલમાં બેંગલોરની ટીમના કોચ તરીકે એન્ડી ફ્લાવરની વરણી કરાઈ

બેંગલોર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેના નિયમિત કોચ માઇક હેસન અને સંજય બાંગરને વિદાય આપીને ટીમના હેડ કોચ તરીકે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર તથા ખ્યાતનામ કોચ એન્ડી ફ્લાવરની વરણી કરવાનો શુક્રવારે ર્નિણય લીધો હતો.માઇક હેસન બેંગલોરની ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ (ઓપરેશન્સ) હતા જ્યારે સંજય બાંગર હેટ કોચ હતા. બંનેનો કરાર આ વર્ષે સપ્ટેમ્બરમાં રિન્યૂ થનારો હતો પરંતુ બેંગલોરે બંને સાથે છેડો ફાડી દેવાનો ર્નિણય લઈને એન્ડી ફ્લાવર સાથે આગળ ધપવાનો ર્નિણય લીધો હતો.એન્ડી ફ્લાવર સાથે કરાર કરતાં અગાઉ બેંગલોરની ફ્રેન્ચાઈઝીના વાઇસ પ્રેસિડેન્ટ અને વડા રાજેશ મેનન તાજેતરમાં એન્ડી ફ્લાવરને લંડન જઈને મળ્યા હતા અને તેની સાથે ફ્રેન્ચાઇઝીના હેડ કોચ અંગે મંત્રણા કરી હતી. ફ્લાવરે આ અંગે જણાવ્યું હતું કે બેંગલોરના કોચ તરીકે કામગીરી બજાવવા હું આતુર છું અને આઇપીએલની ૨૦૨૪ની સિઝનમાં ટીમને નવી ઉંચાઈ પ્રદાન કરવાનો પ્રયાસ કરીશ. બેંગલોર સાથે જાેડાવાથી હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. માઇક હેસન અને સંજય બાંગરે જે કામ કર્યું છે તેની હું કદર કરું છું. બંને પ્રત્યે મને આદર છે. હવે હું બેંગલોરને નવી ઉંચાઈ પ્રદાન કરવાના પડકાર સામે કામ કરવા આતુર છું. એન્ડી ફ્લાવર છેલ્લી બે સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્‌સના કોચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પણ કોચ રહી ચૂક્યા હતા. તેમને સ્થાને ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમની વરણી કરી હતી. ૨૦૦૭માં ફ્લાવરને ઇંગ્લેન્ડની ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે નીમવામાં આવ્યા હતા ત્યાર બાદ ૨૦૦૮માં તેઓ હેડ કોચ બન્યા હતા. ૨૦૧૪માં તેમણે ફરીથી આ જ જવાબદારી અદા કરી હતી. ફ્લાવરના કોચપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં મોખરે પહોંચી હતી તો ૨૦૧૦માં ઇંગ્લેન્ડે વર્લ્ડ ટી૨૦ ટાઇટલ જીત્યું હતું અને ૨૦૧૦-૧૧માં એશિઝ સિરીઝ પણ જીતી હતી. આઇપીએલમાં કોચિંગનો પણ એન્ડી ફ્લાવર અનુભવ ધરાવે છે. તેઓ આ લીગમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ અને પંજાબ કિંગ્સના કોચ રહી ચૂક્યા છે. ફ્લાવરે જણાવ્યું હતું કે હવે બેંગલોર માટે તથા તેના ખેલાડીઓ અને ખાસ કરીને ફાફ ડુ પ્લેસિસ સાથે કામ કરવા માટે હું આતુર છું.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *