National

ચંદ્રયાન-૩ના લક્ષ્યમાં ચંદ્ર પર લેડિંગ એ ૈંજીઇર્ં માટે પડકારરૂપ બનશે?

શ્રીહરિકોટા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન – (ૈંજીઇર્ં)ઈસરો હાલ ચંદ્રયાન-૩ રોકેટને લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અને દુનિયામાં રહેતા દરેક ભારતીયોને ઈસરોના મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-૩ માટે ઘણો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે ઈસરોએ ચંદ્રયાન-૩ના લક્ષ્યમાં ચંદ્ર પર લેડિંગને લઇ આ રોકેટ માટે પડકારરુપ સવાલ ઉભો થયો છે જેને સમજવો ઈસરો માટે ઘણો કઠીન રહેશે તેવું લાગી રહ્યું છે. લેડિંગ માટે ઘણી વસ્તુઓ પર એક સાથે કામ કરવું જરુરી બનતું હોય છે અને ઘણી બાબતોનું તો ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ રોકેટ ચંદ્રયાન -૩ મિશન આજથી લગભગ ૧ અઠવાડિયા બાદ એટલે કે ૧૩ જુલાઈના દિવસે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-૩ મિશનની લોન્ચિંગ શ્રીહરિકોટાથી થશે. આ સ્પેસક્રાફ્ટ ૨ મહિનાની લાંબી યાત્રા પર જશે અને અંતે ચંદ્ર પર લેડિંગ કરશે. ઈસરોએ આ પહેલા પણ ચંદ્ર પર લેડિંગ કરી છે. પણ ચંદ્ર પર લેડિંગ કરવું ખુબ પડકારજનક હોય છે. વર્ષ ૨૦૧૯માં ઈસરોનું ચંદ્રયાન-૨ મિશન ફેઈલ ગયું હતું. તે સમયે ચંદ્રયાનનું લેન્ડર અને રોવર બંને ક્રેશ થઈ ગયા હતા. ચંદ્ર પર લેડિંગ માટે ઘણી વસ્તુઓ પર એક સાથે કામ કરવું જરુરી છે. નેવિગેશન, ફલાઈટ ડાયનામિક્સ, લેડિંગની જગ્યાની સાફ તસ્વીર અને અંતે લેડિંગ પહેલા સ્પેસક્રાફ્ટ સાચા સમય પર ધીમું પડવું પણ જરુરી છે. સ્પેસક્રાફ્ટમાં લગાવવામાં આવેલું લેન્ડર જ્યારે અલગ થઈને સપાટી તરફ આગળ વધે છે. તે સમયે તેની ગતિ ધીમી કરવી ખુબ જ જરુરી બને છે. જાે ગતિને ત્રણ મીટર પ્રતિ સેકેન્ડ નહીં કરવામાં આવે તો, લેડિંગ ફેઈલ પણ થઈ શકે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ત્યાનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી જેવું નથી. લેડિંગ સમયે સ્પેસફ્રાક્ટની ગતિ અને ગુરુત્વાકર્ષણની ગણતરી ખુબ જ સારી રીતે કરવી જાેઈએ. જાે સ્પેસક્રાફ્ટની ગતિને મેનેજ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ સપાટી પર ક્રેશ પણ થઈ શકે છે. ચંદ્ર પર મોટા મોટા ખાડા પણ છે. તેથી લેડિંગ પહેલા યોગ્ય સપાટી નક્કી કરવી જરુરી છે. જાે લેડિંગ પોઈન્ટ બરાબર પસંદ કરવામાં નહીં આવે તો સ્પેસક્રાફ્ટ ક્રેશ થઈ શકે છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *