National

હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપું. ઃ બિરેન સિંહ

મણિપુર
ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો કરી રહેલા મણિપુરના મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહે હવે રાજીનામું નહીં આપવાનો ર્નિણય લીધો છે. મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્‌વીટ કર્યું છે કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપું. મણિપુરના સીએમ બિરેન સિંહના ઇમ્ફાલ સ્થિત નિવાસસ્થાન સામે મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા. બધાએ બિરેન સિંહને રાજીનામું ના આપવાની અપીલ કરી હતી. આ પછી મુખ્ય પ્રધાન નિવાસસ્થાને પરત ફર્યા હતા. આજે શુક્રવારે સવારથી એવી અટકળો ચાલી રહી હતી કે, તેઓ રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા બાદ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી શકે છે. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે હું મારા પદ પરથી રાજીનામું નહીં આપું. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ તેઓ નિશાના પર છે. રાજ્યમાં ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, જે બાદ હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ નથી. આ હિંસામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. મેઈતેઈ સમુદાયમાંથી આવતા, એન. બિરેન સિંહ પર પક્ષપાતનો પણ આરોપ છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *