National

સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, મણિપુર કેસમાં સરકાર પગલાં નહીં લે તો અમે લઈશું

મણિપુર
ગુરુવારે સુપ્રીમ કોર્ટે મણિપુરના વાયરલ વીડિયો પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કેન્દ્ર-રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે આ સ્વીકાર્ય નથી, જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. કડક ટિપ્પણી કરતા ઝ્રત્નૈંએ કહ્યું કે આ મામલે મે મહિનામાં જ કાર્યવાહી થવી જાેઈતી હતી, આવા મુદ્દાઓને નજરઅંદાજ કરી શકાય નહીં. કડક વલણ અપનાવતા કોર્ટે કેન્દ્ર અને રાજ્યને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તે જ સમયે, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જાે જમીન પર કોઈ નક્કર પગલા જાેવામાં નહીં આવે, તો સુપ્રીમ કોર્ટ પોતે જ કાર્યવાહી કરશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે એસજી અને એજીને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મીડિયામાં જે બતાવવામાં આવ્યું છે તેનાથી અમે ખૂબ જ પરેશાન છીએ. આ માનવ અધિકાર અને મહિલા અધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે, અમે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા આદેશ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ હવે આ મુદ્દા પર ૨૮ જુલાઈએ સુનાવણી કરશે, જેમાં કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવશે. મણિપુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવી રહી છે, જે દરમિયાન મહિલાઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે લોકતાંત્રિક દેશમાં આ પ્રકારની ઘટનાને સહન કરી શકાય નહીં, મહિલાઓના અધિકારોને લઈને આ પ્રકારની ઘટના આત્માને હચમચાવી નાખનારી છે, આ બંધારણના અધિકારોનું ઉલ્લંઘન છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો ૪ મેનો છે, જેમાં પોલીસે ઘણા સમય પહેલા હ્લૈંઇ દાખલ કરી હતી. જાેકે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ વીડિયો બુધવારે વાયરલ થયો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. ગુરુવારે સવારે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *