National

વાઈરલ વિડીયોમા કેટલાક ફૂટ ઉપરથી એક પથ્થર કાર પર પડ્યો, કારમાં બેઠેલા ચાર લોકોને એક પણ ઈજા ન થઇ

કાટમાન્ડું
ચોમાસાનો વરસાદ સૌ કોઈને સારો લાગે છે. પણ વધારે પડતો વરસાદ લોકોને રડવા માટે પણ મજબૂર કરી શકે છે. ભારતમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક કાર અને જિંદગીઓ વધી વહી ગઈ હતી. હાલમાં વરસાદને કારણે થયેલી તબાહીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતના આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે જ્યારે આખી કાર તૂટી ગઈ હતી, ત્યારે તે કારમાં બેઠેલા લોકો ભાગ્યશાળી નીકળ્યા હતા, જેમને એક પણ ઈજા નથી આવી. આ વીડિયો નાગાલેન્ડનો છે જ્યાં એક કાળા રંગની કાર પહાડોની બાજુમાં બનેલા રસ્તા પર જઈ રહી હતી, જેના પર કેટલાક ફૂટ ઉપરથી એક પથ્થર પડ્યો હતો. જેમાં સમગ્ર કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં બેઠેલા ચાર લોકોને એક પણ ઈજા આવી ન હતી.જેને જાેઈને લાગ્યું કે આ કારમાં કોઈ બચ્યું નથી, પરંતુ અકસ્માત થયા બાદ કારમાં બેઠેલા તમામ લોકો પોતાની મેળે બહાર આવી ગયા, જેને જાેઈને લોકોને આશ્ચર્ય થયું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાેઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જાેઈ દરેક સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો શેયર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, હેરિયર કારમાં બેઠેલા લોકો નસીબદાર હતા, જાે ૨ ફૂટ પાછળ હોત તો ચોક્કસ મૃત્યુ થાત. જ્ર્‌ટ્ઠંટ્ઠસ્ર્ર્ંજિ તરફથી આ ઉત્તમ બિલ્ડ ગુણવત્તા છે. સસ્પેન્શન અને ફ્રેમની મજબુતતાને કારણે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં વાહન વધુ હલી ન શક્યું. કારની આ ગુણવત્તા કારમાં સવાર લોકોનો જીવ બચાવે છે, તેને જ ખરીદો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *