National

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સ્લોવાકિયા ગણરાજ્યના પદનામિત ભારતીય રાજદૂત શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ

શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ યુરોપીય મહાદ્વિપના રાષ્ટ્ર સ્લોવાકિયા રિપબ્લીક ખાતે ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયેલા છે. તેમણે આ પદભાર સંભાળતા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્?દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને સ્લોવાકિયાના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા પ્રયાસો માટે મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવને શુભેચ્છાઓ પાઠવતાં અનુરોધ કર્યો હતો.
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાઈ રહેલી વાયબ્રન્?ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સ્લોવાકિયાનું હાઈલેવલ બિઝનેસ ડેલીગેશન પણ જાેડાય તે માટે તેમના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે વ્યક્ત કરી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ૨૦૧૯ના વર્ષથી શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ ટોરેન્?ટોમાં ભારતના કોન્?સ્યુલ જનરલના પદ પર સેવાઓ આપતા રહ્યા છે. હવે તેમની નિયુક્તિ સ્લોવાકિયામાં ભારતીય રાજદુત તરીકે થઈ છે.
એટલું જ નહીં, તેમની બે દાયકાની રાજદ્વારી કારકિર્દીમાં તેમણે પેરિસ અને કાઠમંડુમાં પણ ભારતીય દુતાવાસમાં સેવાઓ આપેલી છે.
આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર પણ જાેડાયા હતા.

File-02-Page-Ex-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *