National

મણિપુરની રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકનો અભાવ ઃ રાહુલ ગાંધી

મણિપુર
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રાજ્યમાં હિંસાથી પ્રભાવિત હજારો લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુરની બે દિવસની મુલાકાતે છે અને આજે બીજા દિવસે તેમણે મોઇરાંગમાં ઘણી રાહત શિબિરોની મુલાકાત લીધી અને હિંસાથી પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું કે હું અહીં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે આવ્યો છું, રાજ્યને આ સમયે શાંતિની જરૂર છે, હિંસાથી કંઈ થશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં રાહત શિબિરમાં સુધારો કરવાની જરૂર છે, ખોરાક અને દવાઓની અછત છે. સરકારે આ તરફ ધ્યાન આપવું જાેઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મોઇરાંગમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ આજે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાહત શિબિરોની મુલાકાત લેશે અને હિંસાથી પ્રભાવિત લોકોને મળશે. આ પછી તે રાજધાની ઇમ્ફાલ પરત ફરશે. ઇમ્ફાલમાં રાહુલ ગાંધી ૧૦ સમાન વિચારધારા ધરાવતા પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (ેંદ્ગઝ્ર)ના નેતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યોને મળશે. આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. તેએઓ ગઈકાલે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં બે મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે. ચુરાચંદપુરમાં રાહત શિબિરોમાં રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ગઈકાલે ભારે હોબાળો થયો હતો. ગઈકાલે, જ્યારે કોંગ્રેસ નેતા તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસે તેમને બિષ્ણુપુરમાં અધવચ્ચે અટકાવ્યા હતા. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ પણ હોબાળો મચાવ્યો હતો. તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *