National

યુવતીને ભગાડી જનારના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

પંચમહાલ
ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાે કે, પ્રેમ કરવાની સજા યુવતીને ભગાડી જનારના ભાઈને મળી છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે બનેલી આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. લોકોએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવતીને ભગાડી જવાના મામલે યુવકને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા કરવામાં આવી હતી. પીડિત યુવક યુવતીને ભગાડીજનારનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી છે. મોરવા હડફ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ૧૮ ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *