National

PM મોદીએ તેલંગાણાને આપી ૬૧૦૦ કરોડની ભેટ આપી

તેલંગાણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણાના ઐતિહાસિક વારંગલ શહેરની મુલાકાત લીધી હતી. અહીં પીએમ મોદીએ પ્રખ્યાત ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ હાજર હતા. વડાપ્રધાને રૂપિયા ૬૧૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ત્યારબાદ લોકોને સંબોધિત કર્યા હતા. તેલંગાણાના લોકોને સંબોધતા તેમણે કહ્યું કે નવા લક્ષ્યો માટે નવા રસ્તા બનાવવા પડશે. પીએમએ કહ્યું કે તેલંગાણામાં તકોની કોઈ કમી નથી. દેશનો કોઈ ખૂણો એવો ના હોવો જાેઈએ જે વિકાસની દોડમાં પાછળ રહી જાય. તેલંગાણાની કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા ધ્યેય માટે નવા રસ્તાઓ પણ બનાવવા પડે છે. તેમણે કહ્યું કે આજે નાગપુર-વિજયવાડા કોરિડોરનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ સાથે તેલંગાણાને આધુનિક કનેક્ટિવિટી મળશે. વિકાસના મંત્રને અનુસરીને આપણે તેલંગાણાને આગળ લઈ જવાનું છે. લોકોને સંબોધતા પીએમએ કહ્યું કે આ વર્ષે તેલંગાણાની સ્થાપનાને ૯ વર્ષ પૂર્ણ થયા છે. તેલંગાણા ભલે દેશનું નવું રાજ્ય હોવા છતાં, ભારતીય ઈતિહાસમાં અહિના લોકોનું યોગદાન ઘણું મોટું છે. તેમણે કહ્યું કે તેલુગુ લોકોની તાકાતે હંમેશા ભારતની તાકાત વધારવાનું કામ કર્યું છે. જાે આજે ભારત વિશ્વની ૫મી સૌથી મોટી આર્થિક શક્તિ બની રહ્યું છે તો તેમાં તેલંગાણાના લોકોની ભૂમિકા બહુ મોટી છે. પીએમએ કહ્યું કે આખી દુનિયા ભારતમાં રોકાણ કરવા આવી રહી છે. વિકસિત ભારતને લઈને ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આવા સમયમાં તેલંગાણા પાસે તકો જ તકો છે. આજનું ભારત નવુ ભારત છે, જે ઉર્જાથી ભરપૂર છે. પીએમએ કહ્યું કે ૨૧મી સદીના ત્રીજા દાયકાના સુવર્ણ કાળમાં દેશ પાસે કંઈક કરવાની તક છે. આપણે તેનો ભરપૂર ઉપયોગ કરવો જાેઈએ. દેશનો કોઈ ખૂણો વિકાસની શક્યતાઓથી પાછળ ન રહેવો જાેઈએ. આ પહેલા વડાપ્રધાન હૈદરાબાદ પહોંચ્યા અને પછી હેલિકોપ્ટર દ્વારા વારંગલ ગયા. પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ લીધા હતા.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *