મણીપુર
મણિપુર છેલ્લા દોઢ મહિનાથી સળગી રહ્યું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, શુક્રવારે ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ વીપી મલિક (નિવૃત્ત)એ રાજ્યની સ્થિતિ પર તાત્કાલિક અસરથી ધ્યાન આપવાની અપીલ કરી હતી. હકીકતમાં, ૩ મેથી, મણિપુરમાં મેઇતેઈ અને કુકી જાતિઓ વચ્ચે વંશીય સંઘર્ષ ચાલી રહ્યો છે. જનરલ મલિકે મણિપુરના એક નિવૃત્ત વરિષ્ઠ સૈન્ય અધિકારીના ટ્વીટનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે રાજ્યની બગડતી પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કર્યા અને ઉચ્ચ સ્તરે તાત્કાલિક ધ્યાન આપવાની અપીલ કરી હતી. આ પહેલા મણિપુરની રાજધાની ઈમ્ફાલના રહેવાસી રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ એલ નિશિકાંત સિંહે એક ટિ્વટ કર્યું હતું. આ ટ્વીટમાં રાજ્યને ‘સ્ટેટલેસ’ ગણાવ્યું હતું. એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી આર. કે રંજન સિંહના ઘરને બદમાશોએ આગ લગાવી દીધી હતી. સદનસીબે સિંહ અને તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતો. આગની સાથે જ બદમાશોએ બિલ્ડીંગમાં ભારે તોડફોડ કરી હતી. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સિંહે લખ્યુ કે હું મણિપુરથી નિવૃત્ત જીવન જીવતો એક સામાન્ય ભારતીય છું. રાજ્ય હવે ‘સ્ટેટલેસ’ છે. લિબિયા, લેબનોન, નાઇજીરીયા, સીરિયા જેવા કોઈપણ સમયે જીવન અને સંપત્તિનો નાશ કરી શકે છે. એવું લાગે છે કે મણિપુરને આગ માટે છોડી દેવામાં આવ્યું છે. શું કોઈ સાંભળી રહ્યું છે. ટિ્વટર પર આનો જવાબ આપતા જનરલ મલિકે કહ્યું કે મણિપુરના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલનો આ અપવાદરૂપે નિરાશાજનક કોલ છે. લેફ્ટનન્ટ જનરલ સિંહે ૩૦ મેના રોજ જણાવ્યું હતું કે મેઇતેઈ અને ચિન-કુકી લોકો વચ્ચેની વંશીય હિંસા વચ્ચે લુંગી પહેરેલા લોકો સહિત કેટલાક “૩૦૦ આતંકવાદીઓ” મ્યાનમારથી મણિપુરમાં પ્રવેશ્યા હતા. તેમના “લુંગી પહેરેલા” સંદર્ભને મ્યાનમાર સરહદ-આધારિત બળવાખોરોની સંડોવણીના સંકેત તરીકે જાેવામાં આવે છે, જેઓ નાગરિકોની જેમ “લુંગી” પહેરે છે. સિંહ ભારતીય સેનામાં ૪૦ વર્ષ સેવા આપ્યા બાદ ૨૦૧૮માં નિવૃત્ત થયા હતા. તે ઈન્ટેલિજન્સ કોર્પ્સ સાથે પણ હતા.