National

દક્ષિણ આફ્રિકાના ફાઈનાન્?સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્?ગવાનાની મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ સાથે સાઉથ આફ્રિકાના ફાઈનાન્?સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્?ગવાના અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્?દ્ર મોદીના સફળ પ્રયાસોથી ભારતને મળેલી ય્-૨૦ પ્રેસીડન્?સી અન્?વયે ગુજરાતમાં આયોજીત થઈ રહેલી ફાયનાન્?સ મિનીસ્ટર્સ અને બેંન્?ક ગવર્નર્સની ત્રીજી સમિટમાં સહભાગી થવા તેઓ ગાંધીનગર આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ સાથેની આ બેઠકમાં તેમણે ય્-૨૦નાં આયોજનથી પ્રભાવિત થયા હોવાનો મત દર્શાવ્યો હતો. એટલું જ નહિ, વિકાસનાં બહુવિધ ક્ષેત્રે ગુજરાત અને સાઉથ આફ્રિકા સાથે મળીને કામ કરી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.
સાઉથ આફ્રિકાનાં ફાઈનાન્?સ મિનિસ્ટરે ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણકારોને અપાતા પ્રોત્સાહનો અને ઈન્?સેન્?ટીવ્ઝ વિશે જાણવામાં રસ દાખવ્યો હતો.
શ્રીયુત એનોક ગોડોન્?ગવાને ગુજરાત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુદ્રઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે તેમજ ગુજરાતી પરિવારો એમને ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં સક્રિય યોગદાન આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આ બેઠકમાં કહ્યું કે, ગુજરાત અને સાઉથ આફ્રિકાના સંબંધો દીર્ઘકાલીન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળ શરૂ કરેલી તેનું પણ તેમણે સ્મરણ કર્યું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્?દ્ર પટેલે આ સંદર્ભમાં સાઉથ આફ્રિકાના ફાઈનાન્?સ મિનિસ્ટરને સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિર પરિસરની દાંડી કુટીરની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથેના પોલિસી ફ્રેમવર્કને કારણે આજે ગુજરાત વિશ્વનાં રોકાણકારો માટે ઈન્?વેસ્ટમેન્?ટ ડેસ્ટિનેશન બન્યું છે.
મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટી અને ધોલેરા જીૈંઇ જેવા વર્લ્ડક્લાસ પ્રકલ્પો ગુજરાતની વિશેષતા છે તેનો ઉલ્લેખ કરીને સાઉથ અફ્રિકાની ફિનટેક સ્ટાર્ટઅપ અને અન્ય કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમના ઓપરેશન્સ શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાત અને સાઉથ આફ્રિકા પાસે રિન્યુએબલ એનર્જી, જેમ્?સ એન્?ડ જ્વેલરી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, એજ્યુકેશન તેમજ ટુરીઝમ અને મેડીકલ વેલ્યુ ટુરીઝમ પર સહયોહગની સંભાવનાઓ અંગે આ બેઠકમાં મુખ્યમંત્રીએ પરામર્શ કર્યો હતો.
ગુજરાતમાં દક્ષિણ આફ્રિકાના તેમજ અન્ય આફ્રિકન રાષ્ટ્રોના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની પણ ભુમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ એક્સચેન્?જ પ્રોગ્રામ્સથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા હિમાયત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આગામી ૨૦૨૪ જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્?ટ સમિટમાં જાેડાવા સાઉથ આફ્રિકાના ફાયનાન્?સ મિનિસ્ટરને આમંત્રણ પાઠવ્યું હતું.
વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૯માં સાઉથ આફ્રિકા વાઈબ્રન્?ટ સમિટનું પાર્ટનર કન્?ટ્રી રહ્યું છે તેમજ આ વાઈબ્રન્?ટ સમિટમાં એક વિશેષ સત્ર આફ્રિકા-ડે નું આયોજન કરવામાં આવે છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
સાઉથ આફ્રિકાના ફાઈનાન્?સ મિનિસ્ટર એનોક ગોડોન્?ગવાએ આ આમંત્રણનો સ્વીકાર કરતાં વાઈબ્રન્?ટ સમિટ-૨૦૨૪માં જાેડાવાની તત્પરતા દર્શાવી હતી.
આ બેઠકમાં મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જાેષી, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ હૈદર અને અગ્રસચિવ મોના ખંધાર જાેડાયા હતા.

File-02-Page-Ex-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *