National

USAના રોડ આઇલેન્ડમાં એક વ્યક્તિ ઇમારતમાં ૪ વર્ષ સુધી સિક્રેટ રૂમમાં રહ્યો, પોતાની ભૂલથી પકડાયો

આઈલેન્ડ
ેંજીછના રોડ આઇલેન્ડમાં એક વ્યક્તિએ શોપિંગ કોમ્પ્લેક્સની મોટી ઇમારતમાં સિક્રેટ રૂમ બનાવવામાં ૪ વર્ષ વિતાવ્યા અને કોઈને સુરાગ પણ ન મળ્યો. આ બાદ, ૧ દિવસ ૫૨ વર્ષનો કલાકાર માઈકલ ટાઉનસેન્ડ પોતાની ભૂલથી ચોરી કરતા પકડાયો. શું તમે માની શકશો ખરા.. અત્યાર સુધી તમે ઘણા પ્રકારના ચોર, કલાકારો અને બહાદુરો જાેયા હશે, પરંતુ એક ચોર એવો છે જેણે ન તો ચોરી કરી છે અને ન તો કોઈ નુકસાન કર્યું છે. તેમ છતાં તેને ગુનેગાર કહેવામાં આવ્યો અને તેને બેઘર બનાવ્યો હતો. અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, જેણે પોતાની બુદ્ધિમત્તાથી ફોકટમાં ૪ વર્ષ બીજાની પ્રોપર્ટીમાં વિતાવ્યા અને કોઈને તેની ખબર પણ ન પડી, પરંતુ જ્યારે તેનો પર્દાફાશ થયો ત્યારે તેની હેન્ડવર્ક જાણીને લોકોને આશ્ચર્ય થયું. આ વ્યક્તિએ શોપિંગ કોમ્પ્લેક્સની મોટી બિલ્ડિંગમાં સિક્રેટ રૂમ બનાવવામાં ૪ વર્ષ વિતાવ્યા અને કોઈને સુરાગ પણ ન મળ્યો. આરોપી વ્યક્તિ વ્યવસાયે એક કલાકાર હતો, તેથી તેણે તે ગુપ્ત રૂમને રહેવા યોગ્ય બનાવ્યો, પરંતુ પછી એક દિવસ તેની પોતાની ભૂલને કારણે તેની ચોરી પકડાઈ ગઈ અને તેણે જગ્યા ખાલી કરવી પડી હતી. ઘટના અમેરિકાના રોડ આઇલેન્ડની છે. જ્યાં ૫૨ વર્ષીય આર્ટિસ્ટ માઈકલ ટાઉનસેન્ડ શહેરની ઐતિહાસિક ઈમારતમાં છૂપી રીતે રહેતો ઝડપાયો હતો. ૨૦૦૩માં કોઈએ એ ઐતિહાસિક ઈમારત ખરીદી જેમાં ૫૨ વર્ષીય કલાકાર માઈકલ ટાઉનસેન્ડ ચાર વર્ષ સુધી રહેતો હતો અને તેનું નવીનીકરણ કરવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં માઈકલ બેઘર બની ગયો હતો. જ્યારે માઈકલને પોતાના માટે નવું મકાન શોધવા અથવા બનાવવાની કોઈ જગ્યા સમજાઈ ન હતી, ત્યારે તેણે તે જ બિલ્ડરના તમામ પ્રોજેક્ટ્‌સ ખોદવાનું શરૂ કર્યું જેણે તે મકાન બનાવ્યું હતું. જ્યાં માઈકલ રહેતો હતો. ધીમે ધીમે તેને ખબર પડી કે, તે મકાનમાં એક એવી ગુપ્ત જગ્યા છે, જે કોઈના કામની નથી. માઈકલે આ ર્નિજન ગુપ્ત સ્થાનને પોતાનું લક્ષ્ય બનાવ્યું અને તેને સુધારવાની અને તેને રહેવા યોગ્ય બનાવવાની તેની જવાબદારી બનાવી અને જ્યારે તે ગુપ્ત ઓરડો ઘર જેવો બની ગયો, ત્યારે માઈકલ ત્યાં ચાર વર્ષ રહ્યો અને કોઈને તેનો ખ્યાલ ન આવ્યો. આ સ્થળ, જે ચાર વર્ષ સુધી શોધાયું ન હતું, તે માઈકલની પોતાની ભૂલને કારણે છોડવું પડ્યું હતું. ૨૦૦૭માં માઈકલ બેઘર બની ગયો હતો. આ પહેલા માઈકલે કહ્યું કે, તે ઘણા બિલ્ડરોને મળતો રહ્યો અને તેમની વિચારસરણીને સમજવાની કોશિશ કરતો રહ્યો. જે બાદ તેમને ખબર પડી કે, બિલ્ડરોનો ઉદ્દેશ્ય અવિકસિત જગ્યાઓનો વિકાસ કરવાનો છે. માઇકલે આ વિચાર અપનાવ્યો અને ગુપ્ત વિસ્તાર વિકસાવવાનું શરૂ કર્યું હતું. તેને ગુપ્ત વિસ્તાર વિશે ત્યારે ખબર પડી જ્યારે તે બનાવવામાં આવી રહેલા મોલમાં જાેવા માટે ગયો હતો. ત્યાં તેને તે જગ્યા મળી અને તેને વધુ સારું બનાવવાનું નક્કી કર્યું હતું. ૯ માળની ઈમારતમાં ૭૫૦ ચોરસ ફૂટની જગ્યા એ જ ગુપ્ત રૂમ હતો જેને માઈકલે વિકસાવીને નાનું ઘર બનાવ્યું હતું. માઈકલનો પર્દાફાશ થયો હતો જ્યારે તે એક મિત્રને તેની ગુપ્ત જગ્યા બતાવવા માટે તેની સાથે લાવ્યો હતો અને તેણે તે દિવસના પ્રકાશમાં કર્યું હતું અને કોઈએ તેને ત્યાં જતા જાેયો હતો. જે બાદ પેટ્રોલિંગ ટીમ પહોંચી અને સ્થળ ખાલી કરાવ્યું હતું.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *