National

શું હોય છે આ કેરટેકર સરકાર, પાકિસ્તાનમાં કેમ જરૂર પડી?..

પાકિસ્તાન
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થયા બાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ અનવર-ઉલ-હક કાકરને રખેવાળ વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. તેમણે ૧૪ ઓગસ્ટે શપથ લીધા હતા, જ્યારે પાક એસેમ્બલીનો કાર્યકાળ ૧૨ ઓગસ્ટના રોજ સમાપ્ત થયો હતો. એ પણ સંયોગ છે કે કેરટેકર ઁસ્એ પાકિસ્તાનની ૭૬મી વર્ષગાંઠ પર શપથ લીધા હતા. ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ રખેવાળ વડા પ્રધાન તરીકેની તેમની ફરજાે નિભાવશે. ભૂતપૂર્વ વડા પ્રધાનો શાહબાઝ શરીફ અને રાજા રિયાઝે તેમનું નામ પસંદ કર્યું અને રાષ્ટ્રપતિને ભલામણ મોકલી. આ બીજી વખત છે જ્યારે નેશનલ એસેમ્બલીએ તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. અગાઉ, નેશનલ એસેમ્બલીએ ૨૦૧૩-૨૦૧૮ સુધી તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાની સેના ઇચ્છે ત્યાં સુધી સરકારો ચાલે છે, નહીં તો ક્યારેક સેનાપતિઓ ખુદ સત્તા પર કબજાે જમાવી લે છે તો ક્યારેક પીએમની ખુરશી પર પોતાના મનપસંદને બેસાડી દે છે. નવી નિમણૂક પણ સેનાની સંમતિથી થઈ હોવાનું કહેવાય છે.
શું છે કેરટેકર સરકાર?.. જે જણાવીએ, હવે તમારા મનમાં સવાલ ઉઠી શકે છે કે જ્યારે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કાર્યકારી વડાપ્રધાનની અલગથી નિમણૂક કેમ કરવી પડી? હકીકતમાં, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પૂર્ણ થયા પછી જ શરૂ કરવાનો નિયમ છે. જ્યારે ભારતમાં, લોકસભાની મુદત પૂરી થાય તે પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને લોકસભાની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં નવી સરકાર શપથ લે છે. ભારતની જેમ જ વિશ્વના ઘણા લોકશાહી દેશોમાં ચૂંટણીઓ યોજાય છે. પરંતુ, પાકિસ્તાનનું ચૂંટણી પંચ ત્યારે જ સક્રિય બને છે જ્યારે સંસદ ભંગ કરવામાં આવે. ત્યાર બાદ ૬૦ થી ૯૦ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાેગવાઈ છે. હવે જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી માત્ર રખેવાળ સરકાર જ દેશ ચલાવશે. તેને રખેવાળ સરકાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પાકિસ્તાનમાં ચૂંટણી મોડી યોજાશે કારણ કે સીમાંકનનું કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી સરકારની જવાબદારી છે કે તે દેશના તમામ મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરીને નિષ્પક્ષ ચૂંટણી કરાવે.
પાકિસ્તાનના નવા રખેવાળ વડા પ્રધાન ૫૨ વર્ષના છે. તેણે બલૂચિસ્તાન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેઓ બલૂચિસ્તાન અવામી પાર્ટીના સહ-સ્થાપક છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી કરી હતી. તે ગામની શાળામાં જ ભણાવતો. તેમની રાજકીય સફર શાનદાર કહી શકાય. કારણ કે વર્ષ ૨૦૦૮માં રાજકારણમાં આવેલા અનવર-ઉલ-હક અત્યાર સુધી એક વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને હવે પાકિસ્તાનના કેરટેકર પીએમ છે. તેઓ ૨૦૧૫-૨૦૭ સુધી બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા પણ હતા. સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમને ઘણી મહત્વની સમિતિઓમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને વિદેશ નીતિના માસ્ટર કહેવામાં આવે છે. તેઓ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના ફેકલ્ટીની મુલાકાત પણ લઈ રહ્યા છે. નવા કેરટેકર પીએમ ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, બલોચી અને કક્કર પશ્તો ભાષાઓના જાણકાર છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *