National

અયોધ્યામાં સીએમ યોગીની કર્મભૂમિ પર બનવા જઈ રહ્યું છે શ્રી યોગી મંદિર

અયોધ્યા
રામનગરી અયોધ્યામાં આમ તો કેટલાય મઠ અને મંદિરો આવેલા છે, પણ હવે આ નગરીની ઓળખાણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંદિરથી પણ થશે. સીએમ યોગીની કર્મભૂમિ અયોધ્યામાં શ્રી યોગી મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણ યોગીના પ્રચારક પ્રભાકર મૌર્ય કરાવવા જઈ રહ્યા છે. મંદિરનું ભૂમિ પૂજન ૨૪ ફેબ્રુઆરીએ થશે. આ ભૂમિનું પૂજન રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કરશે . આ અવર પર હનુમાનગઢીના પૂજારી રાજૂ દાસ અને અયોધ્યામાં કેટલાય વરિષ્ઠ સંતો સામેલ થશે. શ્રીયોગીનું આ મંદિર ૧૦૧ ફુટ ઊંચુ હશે. આ મંદિરની લંબાઈ અને પહોળાઈ ૫૦×૫૦ હશે. આ મંદિર બનાવવા માટે લગભગ ૪ કરોડનો ખર્ચ આવશે. ત્યારે સૌથી મોટો એક સવાલ એ પણ છે કે, આખરે આટલા રૂપિયા આવશે ક્યાંથી? તેના પર પ્રભાકર મૌર્યે સ્પષ્ટ કર્યું છે કે, આ પૈસા પોતાની યૂટ્યૂબ ચેનલથી આવશે અને કેટલાય મુસ્લિમ સંગઠનના લોકો પણ સહયોગ કરી રહ્યા છે. અયોધ્યાના કલ્યાણ ભદરસા ગામના મઝરે મૌર્યના પુરવામાં શ્રી યોગી મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર બનાવવા માટે ૨૪ ફેબ્રુઆરીએ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી મોદી અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ અયોધ્યાના કેટલાય સંતોને ભૂમિ પૂજનમાં બોલાવ્યા છે. આ મંદિર બનાવવા માટે ૫ વર્ષનો સમય લાગશે. આ મંદિરમાં ભગવાનની જગ્યાએ સીએમ યોગીની મૂર્તિ મુકવામાં આવશે. ઈશ્વરની માફક દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના થશે અને સાંજે આરતી પણ થશે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *