જીતુ ઉપાધ્યાય મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસામાં તારીખ ૨ રવિવારના રોજ એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં ગેસના બાટલા ભરેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક પર બેઠેલ દંપત્તિ અને બે બાળકોના મોત સ્થળ પર નીપજ્યા હતા ઘટના તારીખ ૨ રવિવારના રોજ સવારે લગભગ ૮ઃ૦૦ વાગ્યાના સમયે એક શ્રમિક પરિવાર પતિ પત્ની અને બે બાળકો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી ખૂબ ઝડપથી આવી રહેલી ગેસના બાટલા ભરેલી ટ્રક બાઈક પર ફરી વળી હતી ટ્રકના વીલ પરિવાર ઉપર ફરી વળતા બાયડ રોડ પર મોતની ચીથિયારીઓ ગુંજી ઉઠી હતી. બાઈક પર સવાર માતા પિતા અને બે બાળકોના કમ કમાટી ભર્યા મોતથયા હતા આકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા સમગ્ર બાબતે બાયડ પોલીસ ને ખબર પડતાં જ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ અકસ્માત ની તપાસ હાથ ધરી છે તમામ મૃતક પરિવાર જવાનપુરા ગામના વતની હોવાની માહિતી હાલ સામે આવી છે આજ અકસ્માત ના કારણે પરિવારનો માળો વિખરાયો હતો આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે હતા હાલ બાય પોલીસ પોલીસે સ્થળ પહોંચી અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી છે