National

આ દેશમાં મોંઘવારીને લીધે જીવવું મુશ્કેલ, લોટ-દાળની બાબતમાં પાકિસ્તાન કરતાં ખરાબ હાલત

લેબનોન
સમગ્ર વિશ્વ મોંઘવારીથી પરેશાન છે, પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ છે. જાે તમે આવું વિચારી રહ્યા હોવ તો જાણી લો કે એક એવો એશિયાઈ દેશ છે જે મોંઘવારીના મામલામાં પાકિસ્તાન અને શ્રીલંકાથી આગળ છે. અહીં મોંઘવારી ૨ નહીં પરંતુ ૩ અંકમાં પહોંચી છે. જે દેશમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યાં મોંઘવારીનો દર ૨૬૪ ટકા પર પહોંચી ગયો છે. એશિયન દેશોમાં લેબનાન સૌથી વધુ મોંઘવારીથી પ્રભાવિત દેશ છે. માર્ચ ૨૦૨૩ સુધીમાં, લેબનોનમાં ફુગાવાનો દર ૨૬૪ ટકા પર પહોંચી ગયો છે. જેના કારણે લેબનોનમાં સામાનની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. લેબનાન પણ આર્થિક સંકટના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. થોડા મહિના પહેલા આ દેશમાં મોંઘવારી દર ૧૯૦ ટકા અને ૭૪ ટકા સુધી હતો. પરંતુ આર્થિક સંકટને કારણે તે વધીને ૨૬૪ ટકાના સ્તરે પહોંચ્યો છે. વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષા પરના તેના તાજેતરના અહેવાલમાં, વિશ્વ બેંકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૨ – ફેબ્રુઆરી ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન લેબનોનમાં વિશ્વમાં ખાદ્યપદાર્થોની કિંમતનો ફુગાવાનો દર સૌથી વધુ છે. વાસ્તવમાં લેબનાન ભ્રષ્ટાચાર અને ખોટી આર્થિક નીતિઓને કારણે પરેશાન છે. આ દાયકાઓ જૂની કટોકટી એટલી ભયાનક બની ગઈ છે કે દેશના ચલણના મૂલ્યમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે અને ફુગાવો આકાશને આંબી રહ્યો છે. લેબનોનની રાજધાની બેરૂત એક સમયે એટલું સુંદર શહેર હતું કે તેને મધ્ય પૂર્વનું પેરિસ કહેવામાં આવતું હતું. પરંતુ આર્થિક અને રાજકીય સંકટના કારણે આ સુંદર દેશ હવે ખૂબ જ ખરાબ તબક્કામાં પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે લેબનાન પછી એશિયાઈ દેશોમાં સીરિયા બીજા નંબરે, ઈરાન ત્રીજા નંબરે અને લાઓસ મોંઘવારીના મામલામાં છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પાંચમા નંબર પર છે, જ્યાં એપ્રિલ મહિનામાં મોંઘવારી દર ૩૬.૪ ટકા પર પહોંચી ગયો છે.

Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *