National

આરપીજી હુમલાના માસ્ટર માઈન્ડ લખબીરનો સાથી મિત્ર પોલીસ પકડમાં, અત્યાર સુધીમાં ૧૧ની ધરપકડ

મોહાલી
મોહાલી આરપીજી હુમલા કેસમાં કેનેડા સ્થિત આતંકવાદી લખબીર સિંહના એક સહયોગીની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ જાણકારી આપી છે. ગયા વર્ષે ૯ મેના રોજ મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું કે ગુરપિન્દર ઉર્ફે પિંડુ મોહાલીમાં થયેલા આરપીજી હુમલામાં કથિત રીતે સામેલ હતો અને તે આ કેસમાં પકડાયેલો ૧૧મો આરોપી છે. તો વધુમાં જણાવ્યું કે ખેમકરણના ભૂરા કોના ગામનો રહેવાસી પિંડુ કેનેડા સ્થિત આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે લંડાની નજીક છે અને હુમલા દરમિયાન તે આરોપી-નિશાન સિંહ અને ચરહત સિંહના સતત સંપર્કમાં હતો. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું કે ગયા વર્ષે ૨૫ એપ્રિલે ચરહત સિંહ, નિશાન સિંહ અને બલજિંદર સિંહ તરનતારનથી રેમ્બો આરપીજી અને રાઈફલ લઈને આવ્યા હતા અને તેઓએ તેને અમૃતસરના આલ્ફા મોલ પાસે પિંડુના ઘરે રાખવામાં આવ્યા હતા. ગયા વર્ષે ૯ મે એ પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર ઇઁય્ ફાયરિંગ કર્યું હતુ, જેના કારણે સ્થળ પર વિસ્ફોટ થયો હતો. પંજાબ પોલીસે ૨૦૨૨ના મોહાલી આરપીજી હુમલાના મુખ્ય આરોપી ગુરપિંદરની ધરપકડ કરી છે, જે કેનેડા સ્થિત આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે લંડાનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. હુમલા દરમિયાન આરોપી નિશાન સિંહ અને ચરહત સિંહના સતત સંપર્કમાં હતો.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *