પુત્તુર
દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુરના બીજેપી ધારાસભ્ય સંજીવ માતન્દુરે એક અજાણી મહિલા સાથેની તેમની કથિત રીતે ‘ઘનિષ્ઠ’ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉપિનંગડી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદમાં, ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે ફોટાને મોર્ફ કરવામાં આવ્યા હતા અને પછી તેમને પક્ષમાં તેમના વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્યએ આ તસવીરો વાયરલ કરવા માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ફરિયાદના આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ૨૨૪ સભ્યોની વિધાનસભા માટે ૧૦ મેના રોજ મતદાન થશે અને પરિણામ ૧૩ મેના રોજ જાહેર કરવામાં આવશે


