National

ક્રિતિ સેનન, તબુ અને કરીના કપૂર હવે આ ફિલ્મ પ્રોજેક્ટ પર સાથે કામ કરશે

ગોવા
બોલિવૂડની ત્રણ એ-ગ્રેડ હીરોઈન સાથે ‘ધ ક્રૂ’ ફિલ્મ બની રહી છે. ‘આદિપુરુષ’માં સીતાજીના રોલ માટે ચર્ચામાં છવાયેલી ક્રિતિ સેનન, દૃશ્યમની દમદાર એક્ટ્રેસ તબુ અને એવરગ્રીન કરીના કપૂર ખાન પહેલી વાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જાેવાઈ રહી છે, પરંતુ ત્રણેય એક્ટ્રેસ વ્યસ્ત રહેતી હોવાથી ડેટ્‌સ મેચ થતી ન હતી. આખરે ત્રણેયને સાથે દર્શાવતા સીન્સ માટે અનુકૂળ ડેટ્‌સનું આયોજન થયું છે અને ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. ક્રિતિ અને તબુએ મુંબઈથી ગોવાની ફ્લાઈટ પકકડી હતી. ફ્લાઈટમાં તેમણે સાથે ચાની ચૂસકીઓ માણતા ફોટોગ્રાફ્સ પડાવીને કરીનાને યાદ કરી હતી. ક્રિતિએ ફોટોગ્રાફ્સ શેર કરીને જણાવ્યું હતું કે, ધ ક્રૂ ઈઝ ઓન બોર્ડ. ચાય પે ચર્ચા. કરીનાને મિસ કરીએ છીએ. કરીનાએ રીપ્લાયમાં બીજા દિવસે મળવાની વાત કહી હતી. તબુ, કરીના અને ક્રિતિની સાથે દિલજિત દોસાંજ પણ આ ફિલ્મમાં છે. ત્રણ મહિલાઓ આધારિત આ ફિલ્મમાં એરલાઈન ઈન્ડસ્ટ્રીની સ્ટ્રગલની સ્ટોરી છે. કોમેડી સાથે નારી શક્તિને રજૂ કરતી આ ફિલ્મને એક જૂઠ્ઠાણું રસપ્રદ બનાવે છે. એક વાર ખોટું બોલ્યા પછી તેઓ પોતાની જાળમાં ફસાતી જાય છે અને ફિલ્મ ઈન્ટ્રેસ્ટિંગ બને છે. આદિપુરુષ ઉપરાંત ટાઈગર શ્રોફ સાથેની ગણપતમાં પણ ક્રિતિ છે. જ્યારે કરીના કપૂર ખાન વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે થ્રિલર ફિલ્મ કરી રહી છે. હંસલ મેહતાની એક ફિલ્મમાં પણ કરીના છે. તબુ અજય દેવગણ સાથે ‘ઔરો મેં કહાં દમ થા’માં બિઝી છે. આમ ત્રણેય એક્ટ્રેસ અલગ-અલગ ઉંમરની હોવા છતાં કરિયરના ગોલ્ડન પિરિયડને એન્જાેય કરી રહી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *