National

ગાજિયાબાદના લોની વિસ્તારમાં મોબાઈલ પ્રેમી પત્નીને બૈકઅપ બનાવી દીધું

ગાજીયાબાદ
મોબાઈલના વધતા ચલણને લઈને હકીકતમાં દુનિયા મુઠ્ઠીમાં ભરી લેવાનો જુસ્સો સૌ કોઈના હાથમાં આપી દીધું છે. એક ક્લિક પર આપ તમારા નજીકના લોકો સાથે જાેડાય શકે છે અને દુનિયાના ખૂણે ખૂણે થતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. પણ ટેક્નોલોજીનો ખોટો અને વધારે પડતો ઉપયગો મુશ્કેલી ઊભી કર છે. કેટલાય લોકો મોબાઈલને એટલુ વધારે મહત્વ આપવા લાગે છે કે તે પોતાના અને પોતાના સંબંધોને પ્રભાવિત કરવા લાગે છે. કારણ કે, સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા જેવી લત ખોટી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી લે છે. એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્માર્ટફોન પતિ પત્ની વચ્ચે ઝઘડાનું મૂળ બન્યું હતું. ગાજિયાબાદના લોની વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યા છે, જ્યાં મોબાઈલ પ્રેમી પત્નીને બૈકઅપ બનાવી દીધું. ફોનના વધઆરે પડતા ઉપયોગથી કંટાળેલા પતિએ તેને એવું કહીને ચૂપ કરાવી દીધી કે, પતિ ભલે છુટી જાય પણ સ્માર્ટફોનનો સાથ ક્યારેય નહીં છોડે, હાલત એવી થઈ ગઈ કે, પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આ કિસ્સો પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચી ગયો. પતિની ફરિયાદ મુજબ પત્ની આખો દિવસ મોબાઈલ ફોનમાં જ લાગેલી રહે છે અને ઘરની દરેક નાની મોટી વાતને લઈને તેની બહેન અને જીજાને કોલ કરતી રહે છે અને બહેન સાથે મળીને પતિને ખરી ખોટી સંભળાવી દેતી હોય છે. એટલું જ નહીં બીજી તરફ હાલની પત્નીની બહેન તેને ખરી ખોટી સંભળાવે છે. જેના પર પત્ની બિલકુલ પણ વિરોધ નથી કરતી. પત્નીના ફોન પ્રેમથી પતિ એટલો કંગાળી ગયો હતો કે, તેને સ્માર્ટફોનની જગ્યાએ કીપેડવાળો ફોન આપવાની વાત કહી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. અને તે નારાજ થઈને પિયર જતી રહી. પરિણામ એ થયું કે, પતિ-પત્નીની વચ્ચે મોબાઈલથી શરુ થઈને પરિવાર પરામર્શ કેન્દ્ર સુધી પહોંચી ગયો. પત્નીનું કહેવું છે કે, ભલે કંઈ પણ થઈ જાય, તે સ્માર્ટ ફોન છોડશે નહીં. તેને પતિથી વધારે સ્માર્ટફોન સાથે લગાવ છે. તો વળી આ મામલામાં પરિવાર પરામર્શ કેન્દ્ર પહોંચ્યો તો ત્યાના પ્રભારીએ જણાવ્યું કે, મહિલાને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ તે કંઈ સાંભળવા અને માનવા તૈયાર નહોતી. તે સ્માર્ટફોનની જીદ પર અડી હતી કે, તેની આગળ બધું જ ન્યોછાવર કરવા તૈયાર છે. મહિલાને તેના ભાઈઓએ પણ સમજાવી પણ તે કોઈની વાત માનવા તૈયાર નહોતી. હાલમાં કાઉંસિલરે દંપતિને સમજાવીને ઘરે મોકલી દીધા છે અને આગળની તારીખ આપી દીધી છે. કાઉંસિલરના જણાવ્યા અનુસાર, પતિએ એક એવો વીડિયો પણ બતાવ્યો જેમાં જિદ્દી પત્ની પતિને ફટકારી રહી છે.

Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *