National

જૂનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ નંદામુરી તારક રત્ન નું નિધન થઈ ગયું

બેંગલુરુ
સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી ફરી એક વાર શોકના સમાચાર આવ્યા છે. સાઉથના સુપરસ્ટાર એક્ટર જૂનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ નંદામુરી તારક રત્ન નું નિધન થઈ ગયું છે. હવે તે આ દુનિયામાં નથી રહ્યા. નંદામુરી તેલુગૂ એક્ટર અને ટીડીપી નેતા રહી ચુક્યા છે. તેમની કમી ઈંડસ્ટ્રી પુરી કરી શકશે નહીં. તેમના જવાનું દુઃખ સિનેમા જગતને છે. ફેન્સ અને સેલેબ્સે તેમના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. આ સાઉથ માટે એક મોટી ક્ષતિ કહેવાય છે. તારક રત્નની સારવાર બેંગલુરુની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમને આ વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તે ગત વર્ષે ૨૦ દિવસ સુધી કોમામાં રહ્યા હતા. તારકને હાર્ટ અટેક બાદ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેને પિતરાઈ ભાઈ નાના લોકેશની રેલીમાં સામેલ થયા હાત. આ રેલી દરમિયન એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. ત્યારે તેના પિતરાઈ અને દિગ્ગજ એક્ટર નંદમુરી બાલકૃષ્ણે પુષ્ટિ કરી હતી. આ દરમિયાન તેમને મળવા હોસ્પિટલે પણ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે, નંદામુરી તારક રત્ન જૂનિયર એનટીઆર અને બિમ્બિસાર એક્ટર કલ્યાણ રામના પિતરાઈ ભાઈ છે, તે સાઉથના મહાન એક્ટર અને ત્રણ વાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા નંદામુરી તારક રામ રાવના પૌત્ર છે.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *