ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૧૧ મે, ૨૦૨૩) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કતાર અને મોનાકોના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. જેમણે તેમના ઓળખપત્રો રજૂ કર્યા તેઓ હતાઃ
૧. મહામહિમ શ્રી એરિક ગારસેટી, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાજદૂત
૨. મહામહિમ શ્રી મોહમ્મદ હસન જાબીર અલ-જાબીર, કતાર રાજ્યના રાજદૂત
૩. મહામહિમ મિસ્ટર ડિડીઅર ગેમર્ડિંગર, મોનાકોના રાજદૂત
