National

પોલીસના ડરથી જેલમાં બંધ કેદી મોબાઈલ ખાઈ ગયો, દુખાવો થતાં હોસ્પિટલમાં ભરતી કરાયો

ગોપાલગંજ
બિહારના ગોપાલગંજની ચનાવે જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. જ્યાં એક કેદીએ પકડાઈ જવાના ડરથી મોબાઈલ ફોન ખાઈ ગયો હતો. જ્યારે પેટમાં ભયંકર દુખાવો થતાં તેને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટરે તેની તપાસ કરી તો તેના પેટમાંથી એક મોબાઈલ ફોન મળ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોપાલગંજના ચનાવેની જેલમાં બંધ એક કેદીના પેટમાં દુખાવો થયો. જેલ પ્રશાસને કેદીની સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરનું કહેવું છે કે, કેદીનો એક્સ રે કરતા પેટમાં મોબાઈલ હોવાનું સામે આવ્યું છે. જે બાદ સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. આ પ્રકારનો મામલો સામે આવતા ડોક્ટર્સે એક સ્પેશિયલ ટીમ બનાવી છે. સદર હોસ્પિટલના ઉપાધ્યક્ષક ડો. શશિ રંજન પ્રસાદે જણાવ્યું કે, કેદીને ઓપરેશન માટે મેડિકલ બોર્ડમાં લઈ જવામાં આવ્યો છે. તેની સારવાર હાલમાં પીએમસીએચ પટના રેફર કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યાં કેદીના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, આ ઘટના બાદ જેલ પ્રશાસનની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કેદીનું નામ કૈશર અલી છે, જે નગર પોલીસ સ્ટેશન ઈંદરવા રફી ગામનો રહેવાસી બાબૂજાન મિયાંનો પુત્ર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પોલીસે હઝિયાપુર ગામ નજીકથી તેને માદક પદાર્થ સાથે પકડી પાડ્યો હતો. આ અગાઉ પણ કેશર અલી જેલમાં જઈ ચુક્યો છે. તો વળી જેલમાં આવો મામલો આવતા પોલીસકર્મી પણ હેરાન રહી ગઈ છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *