National

પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓ સુનિલ કુમાર સિંહનો હોટલમાં મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

પ્રયાગરાજ
પ્રયાગરાજના સીએમઓ સુનીલ કુમાર સિંહનો હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પ્રયાગરાજના ડેપ્યુટી સીએમઓની લાશ હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ડેપ્યુટી સીએમઓ સુનીલ કુમાર સિંહ વારાણસીના રહેવાસી હતા. તાજેતરની માહિતી અનુસાર, આજે તેમનો મૃતદેહ સિવિલ લાઇન્સની હોટલ વિઠ્ઠલના રૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે જ્યારે હોટલના કર્મચારીઓએ મૃતદેહને ફાંસી પર લટકતો જાેયો તો તેણે મેનેજરને તેની જાણ કરી. મેનેજરે આ ઘટના અંગે પોલીસ અને ઈન્ચાર્જ સીએમઓને જાણ કરી હતી. આવી સ્થિતિમાં, માહિતી મળતા,સીએમઓ ડો. અશોક કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ગયા. આ ઘટનાથી સમગ્ર પ્રયાગરાજમાં ખળભળાટ મચી ગયો છે. આ હૃદયદ્રાવક ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સવારે ૧૦.૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી હોટલના રૂમ નંબર-૧૦૬નો દરવાજાે માસ્ટર કી વડે ખોલવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ફોરેન્સિક ટીમ રૂમમાં પુરાવા એકત્ર કરી રહી છે. નોંધનીય છે કે ડો.સુનિલ કુમાર સિંહ મૂળ વારાણસીના પાંડેપુરના રહેવાસી હતા. સ્સ્પને જણાવી દઈએ કે, તેઓ સંચારી રોગોના નોડલ ઓફિસર હતા. એટલું જ નહીં તેની પત્ની પણ વ્યવસાયે ડોક્ટર છે. મૃતદેહની હાલત જાેઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પોલીસ હવે આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *