National

મણિપુર હિંસામાં મૃતકોની સંખ્યા વધીને ૭૧ થઈ ગઈ

ઇમ્ફાલ
મણિપુરમાં ૩ મેથી શરૂ થયેલી કુકી-નાગા અને મેઇતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને ૭૧ થઈ ગઈ છે. આ માહિતી મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આપી હતી. તેમણે જણાવ્યું કે મણિપુરમાં હિંસા દરમિયાન ૨૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ૧૭૦૦ ઘરો બળી ગયા હતા. કુલદીપ સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે મણિપુર કમાન્ડો અને ઉગ્રવાદીઓ વચ્ચે ફરી ગોળીબાર થયો હતો. જેમાં છ કમાન્ડો ઘાયલ થયા હતા. તેમાંથી એકનું મોત થયું હતું. આ સિવાય ચુરાચંદપુરમાં એક વાહનમાંથી ત્રણ ઁઉડ્ઢ મજૂરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.મજૂરોના મૃતદેહ ૩૦૦ મીટર ઊંડી ખાડીમાંથી મળી આવ્યા હતા. તેમનું મોત એક્સીડેન્ટમાં થયું છે કે કોઈએ તેમની હત્યા કરી છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.કુલદીપે જણાવ્યું કે ૧૧ લોકો તેમના બળેલા ઘરોમાંથી સામાન લેવા માટે બિષ્ણુપુર અને ચુરાચંદપુરની સરહદે આવેલા તોરબાંગ ગામમાં ગયા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આઠ ભાગ્યા અને બીએસએફ કેમ્પ પહોંચ્યા, જ્યારે ત્રણનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.આસામ રાઈફલ્સ, બીએસએફ અને સીઆરપીએફએ તેમના માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ તેઓ હજુ સુધી તેમને શોધી શક્યા નથી.રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ૩ મેના રોજ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. આ સાથે અફવાઓ ફેલાવવા અને ફેક ન્યૂઝને રોકવા માટે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનના ઉપયોગ પર કડકાઈ લાદવામાં આવી છે. મેઇતેઇ સમુદાય મણિપુરની લગભગ ૩.૮ મિલિયન વસ્તીના અડધાથી વધુ ભાગમાં છે. ઇમ્ફાલ ખીણ, જે મણિપુરના લગભગ ૧૦% વિસ્તારને આવરી લે છે, તેમાં મેઇતેઇ સમુદાયનું વર્ચસ્વ છે. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયની માગ પર વિચાર કરવા અને ૪ મહિનામાં કેન્દ્રને ભલામણો મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ બાદ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્‌સ યુનિયન મણિપુરે ૩જી મેના રોજ મણિપુરમાં મેઇતેઇ માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી સાથે રેલી કાઢી હતી. જે બાદમાં હિંસક બની હતી.મેઇતેઇ સમુદાયના લોકો દલીલ કરે છે કે તેઓ ૧૯૪૯માં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ પહેલા રજવાડામાં આદિજાતિનો દરજ્જાે ધરાવતા હતા. છેલ્લા ૭૦ વર્ષોમાં મેઇતેઇ વસ્તી ૬૨% થી ઘટીને લગભગ ૫૦% થઈ ગઈ છે. મેઇતેઇ સમુદાય તેમની સાંસ્કૃતિક ઓળખ માટે અનામતની માગ કરી રહ્યો છે. મણિપુરના નાગા અને કુકી આદિવાસીઓ મેઇતેઇ સમુદાયને અનામત આપવાની વિરુદ્ધમાં છે. નાગાઓ રાજ્યના ૯૦% વિસ્તાર પર કબજાે કરે છે અને કુકીઓ રાજ્યની વસ્તીના ૩૪% ભાગ બનાવે છે. તેઓ કહે છે કે રાજ્યની ૬૦ વિધાનસભા બેઠકોમાંથી ૪૦ બેઠકો પહેલેથી જ મેઇતેઇના પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણમાં છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *