National

મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ ગાય, તૂટી ગયું ટ્રેનનું બોનેટ

ગ્વાલિયર
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમપીની જે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી ગુરુવાર સાંજે શરુ કરાવી હતી, તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગ્વાલિયરની નજીક દુર્ઘટનાનો શિકાર થઈ છે. નિઝામુદ્દીનથી કમલાપતિ સ્ટેશન તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ડબરા અને ગ્વાલિયરની વચ્ચે એક ગાય સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન તૂટી ગયું હતું. ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસને રોકીને ટેક્નિકલ સ્ટાફે એન્જીનને રિપેર કર્યું હતું. લગભગ ૧૫ મીનિટ પછી વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ તરફ રવાના થઈ હતી. નિઝામુદ્દીનથી કમલાપતિ તરફથી જઈ રહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સામે ગ્વાલિયર ભોપાલ ટ્રેક પર ડબરા સિમિરિયાતાલ સ્ટેશનની વચ્ચે એક ગાય આવી ગઈ. ફુલ સ્પિડે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ગાય સાથે ટકરાઈ તો, ટ્રેનનું એન્જીન તૂટી ગયું. એન્જીનમાં ગાયના શરીરનો ભાગ ફસાઈ ગયો હતો. જેનાથી ટ્રેન એન્જીનનું બોનેટ ખુલી ગયું. દુર્ઘટના બાદ ડબરા સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી. ફરી તેના એન્જીનને રિપેર કરવાનું કામ શરુ કર્યું. દુર્ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ડબરા સ્ટેશનથી પહેલા ઓવરબ્રિજની નીચે રોકવામાં આવી. ટ્રેનમાં રહેલા રનિંગ ટેક્નીકલ સ્ટાફે એન્જીનને રિપેર કરવાનું કામ શરુ કર્યું. રેલવે એન્જીનિયરોએ લગભગ ૧૫ મીનિટની મહેનત બાદ એન્જીનના બોનટમાં ફસાયેલ ગાયના શરીરને બહાર કાઢી એન્જીન રિપેર કર્યું. જેમ તેમ કરીને એન્જીનનું બોનટ લગાવ્યું. સેફ્ટી ટીમે ઓકે કહ્યા બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લગભગ ૨૦ મીનિટ બાદ રવાના થઈ હતી.

File-01-Paga-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *