National

મુરેનામાં હત્યાકાંડ વચ્ચે ફરિયાદી મદદની ભીખ માંગતો રહ્યો પણ પોલીસે કહ્યું “મરતા હોય તો મરે”

મુરેના
મુરેનામાં હત્યાકાંડ વચ્ચે પોલીસ અને ફરિયાદી વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો, ફરિયાદી સિહોનિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસની સામે ભીખ માંગી, ઘરમાં સતત ગોળીબાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ કરીને મદદ કરવા કહ્યું પણ પોલીસ એકની બે ન થઈ અને કહ્યું જાવ નથી આવવાના. તેમાં પોલીસ કહી રહી છે કે હા લોકો મરી જાય તો મરો. મધ્યપ્રદેશના ના મુરેનામાં શુક્રવારે સવારે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી બંને પક્ષના ૬ લોકોના મોત થયા હતા. ત્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જે બાદ એક યુવક પોલીસ સ્ટેશન પહોચી પોલીસ પાસે મદદની ભીખ માંગે છે પણ પોલીસ અમે નથી આવવાના તેમ કહી રહી છે. તે સાથે યુવક પોલીસ સામે ગીડગીડાવે છે કે જલદી કરો લોકો મરી જશે. ત્યારે પોલીસ સામે થી કહી રહી છે કે મરતા હોય તો મરવા દો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સાંભળી તમે પણ ચોકી જશો. પોલીસના જણાવ્યા અનુસાર, મુરેનાના લેપાગાંવમાં રહેતા બંને પક્ષો વચ્ચે છેલ્લા સાતથી આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં પણ આ બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગોળી વાગવાથી ૬ લોકોના મોત નીપજ્યા છે. જમીન વિવાદમાં શરૂ થયેલી આ દુશ્મની ચાલી રહી હતી કે શુક્રવારે ફરી એકવાર બંને પક્ષો સામસામે આવી ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પહેલા બંને પક્ષે લાકડીઓ મારી હતી. આ દરમિયાન બંને પક્ષના લોકોએ દેશી બનાવટની પિસ્તોલથી એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બંને પક્ષના ૬ લોકોના મોત થયા છે, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંથી ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. બંને પક્ષો સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને, આરોપીઓની શોધમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ઝઘડો સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ગામમાં એક નાના પ્લોટને લઈને થયો હતો. વાસ્તવમાં બંને પક્ષો આ પ્લોટ પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. આ બાબતે વર્ષ ૨૦૧૪માં પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *