National

રાજીવ ગાંધીના હત્યારાઓને મંચ પર જાેઇ મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વિચલિત થયા

ચેન્નાઇ
મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જી આર સ્વામીનાથન માને છે કે ભારતીય બંધારણ અને કાનુનમાં વાલ્મીકિ રામાયણની છાપ જાેવા મળે છે. બંધારણની કલમ ૭૨ અને ક્રિમિનલ પ્રોસીજર કોડ(સીઆરપીસી)ની કલમ ૪૩૨નો ઉલ્લેખ પ્રાચીન કાલના ગ્રંથમાં કર્યો છે.કલમ ૭૨માં ભારતના રાષ્ટ્રપતિ કોઇને ક્ષમાદાન આપે છે તો કલમ ૪૩૨ હેઠળ દોષિતોની સજા માફ કરવામાં આવે છે. ન્યાયમૂર્તિ સ્વામીનાથને રાજીવ ગાંધી હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમામ છ આરોપીઓને પહેલા મોતની સજા સંભળાવવામાં આવી હતી બાદમાં તે સજાને ઉમરકેદમાં ફેરવી દેવામાં આવી હતી ત્યારબાદ તેમને જેલની બહાર પણ જવા દેવામાં આવ્યા હતાં.રાજીવ ગાંધીના એક હત્યારાને તેમણે એક જાહેર મંચ પર જાેયો આથી તે ખુબ વિચલિત થઇ ગયા તેમના જેવા અન્ય લોકો પણ મંચ પર હતાં ન્યાયમૂર્તિ સ્વામીનાથનનું કહેવુ હતું કે ત્યારબાદ તેમણે વાલ્મીકિ રામાયણમાં માં જાનકી અને ભગવાન હનુમાનની વચ્ચે થયેલ સંવાદની યાદ આવી. મા જાનકી હનુમાનજીથી કહે છે કે કોઇ પણ મનુષ્ય ભુલથી ઉપર નથી આપણે બદલો લેવાની ભાવનાનો ત્યાગ કરી ક્ષમાને અપનાવવી જાેઇએ ન્યાયમૂર્તિનું કહેવુ હતું કે આ સંવાદને યાદ કર્યા અને વાંચ્યા બાદ તેમને લાગ્યું કે રાજીવ ગાંધીના હત્યારાઓને મુકત કરવામાં કોઇ ભુલ નથી કરી આખરે વાલ્મીકિ રામાયણ આ વાતને અંકિત કરે છે.તેમનું કહેવુ હતું કે બંધારણ પણ રામાયણને આત્મસાત કરે છે. ન્યાયમૂર્તિ વકીલ વકીલ પરિષદની ૧૬મી રાષ્ટ્રીય બેઠકમાં બોલી રહ્યાં હતાં તેનું આયોજન હરિયાણાના કુરૂક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું તેમણે આ પ્રસંગ પર કેટલાક અન્ય વાકયોને પણ યાદ કરી ભારતીય કાનુન અને બંધારણની વ્યાખ્યા કરી તેમનું કહેવુ છે કે કુલ મિલાવી આપણે સમજવું જાેઇએ કે ભુલ કોઇનાથી પણ થઇ શકે છે આપણુ કામ તેનો સુુધારનો હોવો જાેઇએ નહીં કે બદલવાની ભાવનાનો

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *