National

રામમંદિર ગર્ભગૃહમાં આ તારીખે થશે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યા
અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થશે. તેની જાણકારી યૂપીના નાણામંત્રી સુરેશ ખન્નાએ આપી છે. મંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ૨૨ જાન્યુઆરીના ગર્ભગૃહમાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા. જય શ્રી રામ. કહેવાય છે કે, આ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યાથ પણ હાજર રહી શકે છે. જાણકારી અનુસાર, રામ મંદિર નિર્માણનું કામ લગભગ ૬૦ ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રામ મંદિરમાં નવી અને જૂની બંને રામ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. રામમંદિરના ગર્ભગૃહને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે, રામલલાની મૂર્તિ પર રામનવમીના દિવસે સૂર્યના કિરણો સીધા પડશે. મંદિરમાં ભગવાન રામની મૂર્તિની ઊંચાઈ ૫થી ૫.૫ ફુટ સુધી રહેશે. મૂર્તિ બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે, તે નેપાળમાંથી મગાવવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ પથ્થર ૬૦ મિલિયન વર્ષ જૂનો છે. હાલના દિવસોમાં રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણકામ ઝડપથી ચાલી રહ્યું છે. જે બાદ હવે ગર્ભગૃહનો આકાર પણ દેખાવવા લાગ્યો છે. ગર્ભગૃહ માટે બનાવવામાં આવેલા પિલરોનું કામ પુરુ થઈ ગયું છે અને હવે છત બનાવવાનું કામ શરુ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ મુજબ ગર્ભગૃહને પુરુ કરવા માટે સપ્ટેમ્બરના મહિના સુધીનો સમય નક્કી કર્યો છે. જ્યારે ઓક્ટોબર મહિના સુધીમાં મંદિરનું પ્રથમ તળ બનીને તૈયાર થઈ જશે. પ્રથમ તળમાં રામ દરબાર હશે, જ્યારે બીજું તળ ખાલી રહેશે. તેને મંદિરની ઊંચાઈ વધારવા માટે તૈયાર કરવામાં આવશે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *