કરનાલ
એક તરફ ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે તો બીજી તરફ કોંગ્રસની ભારત જાેડો યાત્રા યુપી થઈને હરિયાણા પહોંચી છે. ભારત જાેડો યાત્રા દરમિયાના રાહુલ ગાંધીના ટી શર્ટની સતત ચર્ચાઓ થઈ રહી છે. પુરી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી માત્ર ટી શર્ટમાં યાત્રા કરતા જાેવા મળ્યા છે. ઠંડી વધતા તેમને આ મુદ્દે સવાલ પણ કરાયા હતા. હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ ટી શર્ટ કે શર્ટ વગર ભારત જાેડો યાત્રા કરતા જાેવા મળ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જાેડો યાત્રા હરિયાણામાં છે ત્યારે કરનાલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શર્ટ વગર યાત્રા કરતા જાેવા મળ્યા હતા. ઉત્તર ભારત હાલ ભારે ઠંડી ઝપેટમાં છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ શર્ટ વગર જ ડાન્સ કરતા જાેવા મળ્યા હતા.ભારત જાેડો યાત્રામાં રાહુલ ગાંધીનો એક અલગ જ અવતાર જાેવા મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ લોકો સાથે જાેવા મળ્યા છે. હાલમાં જ રાહુલ ગાંધી ફિલ્મી હસ્તી કામ્યા પંજાબી સાથે જાેવા મળ્યા હતા. આ સિવાય ભારત જાેડો યાત્રામાં ઘણા મોટા લોકો જાેડાયા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી વરસાદમાં પલળતા ભાષણ આપતા જાેવા મળ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કેસ ભારત જાેડો યાત્રા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી. ત્યારપછી આ યાત્રા ઘણા રાજ્યોમાંથી પસાર થઈને રાજધાની દિલ્હીમાં પહોંચી હતી. અહીંથી યાત્રા ઉત્તર પ્રદેશ થઈને હરિયાણા પહોંચી છે. ૭ સપ્ટેમ્બરે શરૂ થયેલી ભારત જાેડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. આ યાત્રા દ્વારા કોંગ્રેસ પોતાનું ગુમાવેલું રાજકીય મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જાે કે પાર્ટીનું કહેવું છે કે આ કોઈ રાજકીય યાત્રા નથી પરંતુ લોકોને એક કરવાની યાત્રા છે.