National

શાહબાઝ સરકારે અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી ઃ ઈમરાન ખાન

ઇસ્લામાબાદ
પાકિસ્તાન પીટીઆઈના પ્રમુખ અને પૂર્વ પીએમ ઈમરાન ખાને આજે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે મારી સેના સાથે કોઈ લડાઈ નથી, તે મારી સેના છે. જાે મને ગેરલાયક ઠેરવવામાં આવે તો શાહ મહેમૂદ કુરેશી પીટીઆઈનું નેતૃત્વ કરશે. બીજી તરફ પીટીઆઈ કાર્યકરોની ધરપકડ પર તેમણે કહ્યું કે તેમની મુક્તિ માટે વકીલોની બેઠક બોલાવવામાં આવી છે. તેમના મતે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ઘટના ફરી બની શકે છે. શાહબાઝ સરકારની ટીકા કરતા પીટીઆઈ નેતાએ કહ્યું કે તેઓએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. એટલા માટે દેશમાં ચૂંટણી સિવાય કોઈ ઉકેલ નથી. ઈમરાનના કહેવા પ્રમાણે જેઓ પીટીઆઈ છોડી રહ્યા છે તેમાંથી કેટલાકને છોડવા માટે મજબૂર કરવામાં આવે છે અને કેટલાક સામે આવ્યા છે. તેમણે કહ્યું કે યુવા પક્ષ માટે શ્રેષ્ઠ સંપત્તિ છે અને ટિકિટ તેમનો અધિકાર છે. સમય ટૂંક સમયમાં બદલાવાનો છે; હું આવનારા દિવસોમાં મોટું સરપ્રાઈઝ આપીશ.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ બંધારણ મુજબ કામ કરશે. પાકિસ્તાન સરકાર પર પ્રહાર કરતા ઈમરાન ખાને કહ્યું કે મને ખબર છે કે મારી ધરપકડ કરવાની, અયોગ્ય ઠેરવવાની અને મારી નાખવાની યોજના ઘડવામાં આવી છે. પણ હું તેમનાથી ડરતો નથી. તેણે કહ્યું કે હું શપથ લઉં છું કે મેં ક્યારેય હિંસા અને તોડફોડ વિશે કશું કહ્યું નથી. જ્યારે મારા પર હુમલો થયો ત્યારે કોઈ હિંસા નહોતી તો હવે તે કેવી રીતે શક્ય છે. તેમણે કહ્યું કે આ બધું અમારી વિરુદ્ધ પ્લાનિંગ હેઠળ કરવામાં આવ્યું છે અને જ્યારે અમે જાહેરમાં જીતી રહ્યા છીએ તો શા માટે તોડફોડનો આશરો લેવો જાેઈએ.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *