National

૧૧ હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પ્રધાનમંત્રી બન્યા સાક્ષી

અસમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અસમના કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. શુક્રવારે પીએમ મોદી અસમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્‌સનો શુભારંભ કરાવવાની સાથે વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાંજે ગુવાહાટીના સુરસજઈ સ્ટેડિયમમાં આયોજિત મેગા બિહુ ઉત્સવમાં પહોંચ્યા. અહીં ૧૧૦૦૦ કલાકારોએ બિહુ નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જેના સાક્ષી પીએમ મોદી પણ બન્યા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં આ નૃત્યને સામેલ કરવામાં આવ્યું. મેગા બિહુ ઉત્સવમાં પહોંચેલા પીએમ મોદીનું જાેરદાર સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેડિયમમાં હાજર હજારો લોકોએ ઉષ્માભર્યા સ્વાગત સાથે પીએમનું અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી એક વિશેષ રથ પર સવાર થઈને આખુ સ્ટેડિયમ ભ્રમણ કરતા બધાને હાથ હલાવીને અભિવાદન કર્યું. તથા બધાનું અભિવાદન સ્વીકાર્યું. અસમ પહોંચેલા પ્રધાનમંત્રીએ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્‌સ શરૂ કરાવ્ય. તેમણએ ૧૧૨૩ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ગુવાહાટી એમ્સનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ અસમમાં ત્રણ અન્ય મેડિકલ કોલેજાેને પણ રાષ્ટ્રને સમર્પિત કરી. પીએમ મોદીએ આઈઆઈટી ગુવાહાટીમાં અસમ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ(છછૐૈંૈં)ની આધારશિલા રાખી અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપીને ‘આપકે દ્વાર આયુષ્યમાન’ અભિયાનની શરૂઆત કરી. પીએમ મોદીએ ૭૨૮૦ કરોડ રૂપિયાની રેલવે પ્રોજેક્ટ્‌સને દેશને સમર્પિત કર્યા. તેનાથી પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે અને ૭૦૦ કિલોમીટરના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે. પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે કહ્યું કે આજકાલ એક નવી બીમારી જાેવા મળી રહી છે. હું દેશમાં ક્યાંય પણ જાઉ છું, છેલ્લા ૯ વર્ષમાં થયેલા વિકાસની ચર્ચા કરુ છું તો કેટલાક લોકોને ખુબ પરેશાની થાય છે. તેઓ ફરિયાદ કરે છે કે દાયકાઓ સુધી તેમણે પણ દેશ પર રાજ કર્યું છે. તેમને ક્રેડિટ કેમ નથી મળતું? ક્રેડિટ ભૂખ્યા લોકો અને જનતા પર રાજ કરવાની ભાવનાએ દેશનું ખુબ નુકસાન કર્યું છે. જનતા તો ઈશ્વર સ્વરૂપે હોય છે.

File-01-Page-11-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *