National

૨૦૨૪માં યોજનાર સામાન્ય ચુંટણી પહેલા બિહાર સરકાર તુટી પડશે ઃ કેન્દ્રીય મંત્રી પશુપતિ

પટણા
બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય ખેંચતાણ પોતાની ચરમ પર છે ભાજપ અને તેના સાથી પક્ષ તાકિદે જ સરકાર તુટી પડવાના દાવા કરે છે તો સત્તા પક્ષ તેમના દાવાને મુંગેરી લાલના હસીન સપના કહીને ટાળી દે છે.આજ દાવાઓમાં હવે એક નવો દાવો કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી પશુપતિ કુમાર પારસે કર્યું છે.તેમણે દાવો કર્યો છે કે ૨૦૨૪માં યોજાનાર સામાન્ય ચુંટણી પહેલા બિહાર સરકાર તુટી પડશે. પારસે દાવો કર્યો કે ૨૦૨૪ની લોકસભા ચુંટણી પહેલા બિહાર સરકાર તુટી પડશે રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (આરએલજેપી)ના અધ્યક્ષ પારસે કહ્યું કે ગત પાંચ મહીનામાં મહાગઠબંધનની ત્રણ વિકેટ પડી છે.તેમણ કહ્યું કે બિહારમાં મહાગઠબંધન માટે સ્થિતિ સારી જાેવા મળી રહી નથી જદયુ અને રાજદના નેતા દરેક દિવસે એક બીજા સામે લડી રહ્યાં છે ગત પાંચ મહીનામાં ત્રણ વિકેટ પહેલા જ પડી ગઇ છે અને મને વિશ્વાસ છે કે પુરી સરકાર ૨૦૨૪ની લોકસભા પહેલા તુટી પડશે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ કાર્તિકેય સિંહ માસ્ટર,સુધાકર સિંહ અને અનિલ સહનીને પોતાના પદેથી હાથ ધોવા પડયા હતાં જયારે માસ્ટર કાનુન મંત્રી હતી અને સિંહ કૃષિ મંત્રી હતાં સાહની રાજદના ધારસભ્ય હતાં જેમને એલટીએ કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. પારસે કહ્યું કે એનડીએ લોકસભા ચુંટણીની તૈયારી કરી રહ્યું છે અને બિહારની તમામ ૪૦ બેઠકો પર જીત હાંસલ કરશે આ સમયે વિરોધ પક્ષોમાં બે વડાપ્રધાન પદના ઉમેદવાર છે એક નીતીશકુમાર અને બીજા રાહુલ ગાંધી.એક મ્યાનમાં બે તલવારો રાખવાનું સંભવ નથી

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *